ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમાજના હિંસક ટોળાએ ગરબા કરી રહેલા લોકો પર પથ્થરમારો કર્યો હતો તથા દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરીને ગામમાં ગભરાટ ફેલાવ્યો હતો. પોલીસે ટોળાને કાબૂમાં લેવા ટિયર ગેસનો મારો ચલાવાયો હતો. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ હતાં.

સ્થિતિને કાબુમાં લેવામાં ગામમાં ભારે પોલીસ દળ તૈનાત કરાયો હતો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરીને પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ્ને કાબુમાં લેવા માટે ગામમાં એસઆરપીની કંપનીને પણ તેનાત કરીને કોમ્બિંગ હાથ ધરાયું હતું. પોલીસે હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે બુધવારે મોડી રાત્રે થયેલા અથડામણ અને રમખાણો બદલ દહેગામ તાલુકાના બહિયાલ ગામમાંથી લગભગ 60 લોકોની અટકાયત કરી હતી. હુમલામાં ચાર દુકાનો અને પાંચથી છ વાહનોને નુકસાન થયું હતું. ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘આઈ લવ મુહમ્મદ’ ટ્રેન્ડની વિરુદ્ધમાં એક હિન્દુ વ્યક્તિએ મૂકેલા વોટ્સએપ સ્ટેટસ લઘુમતી સમુદાયમાં રોષ ફાટી નીકળ્યો હતો. બુધવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે, એક મોટા ટોળાએ વોટ્સએપ પર સ્ટેટસ મૂકનાર વ્યક્તિની દુકાનના શટર તોડી નાખ્યાં હતાં અને દુકાનમાંથી સામાન કાઢીને સળગાવી દીધો હતો. આ પછી ટોળાએ હિન્દુ વિસ્તારો પર પથ્થરમારો કર્યો હતાં. આની સામે હિન્દુ વિસ્તારોમાંથી સામે પથ્થરમારો થયો હતો.

LEAVE A REPLY