@FBIDirectorKash via X /Handout via REUTERS

ટેક્સાસના ડલાસ શહેર સ્થિત ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઈ) ડિટેન્શન સેન્ટર પર બુધવારે સવારે થયેલા ગોળીબારમાં હુમલાખોર સહિત 3 લોકોનાં મોત થયા હતા અને અન્ય બે લોકોને ઈજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બંદૂકધારીની વણવપરાયેલી ગોળી પર “ANTI-ICE” લખવામાં આવેલું હતું.

ડલાસ પોલીસ વિભાગે એક્સ પોસ્ટમાં જણાવ્યા મુજબ પોણા સાત વાગ્યે ઉત્તરમાં સ્ટેમન્સ ફ્રીવેના 8100 બ્લોકમાં ફાયરિંગનો કોલ મળ્યા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ સંદિગ્ધ હુમલાખોરે આઈસીઈની બાજુમાં આવેલી બિલ્ડિંગની છત પરથી ફાયરિંગ કર્યું હતું.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્રના સભ્યોએ આ હુમલાને ડાબેરીઓ દ્વારા ઉશ્કેરવામાં આવેલી રાજકીય હિંસાનું વધુ એક ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને અન્ય ડેમોક્રેટ્સ પર કાયદા અમલીકરણ અને રૂઢિચુસ્ત રાજકીય વ્યક્તિઓને અન્યાયી રીતે બદનામ કરીને નફરત ફેલાવવાનો આરોપ મૂક્યો હતો.

FBI ડિરેક્ટર કાશ પટેલે X પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે શંકાસ્પદ વ્યક્તિનો ન વપરાયેલ દારૂગોળો દર્શાવ્યો હતો. એક રાઉન્ડ શેલ પર “ANTI-ICE” લખેલું હતું. તપાસ ચાલુ છે, પરંતુ પુરાવાઓની પ્રારંભિક સમીક્ષા મુજબ બંદૂકધારી “ICE ને નિશાન બનાવી રહ્યો હતો

LEAVE A REPLY