પ્રતિકાત્મક તસવીર

ન્યૂજર્સીના એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિનના જણાવ્યા મુજબ, માફિયા દ્વારા સંચાલિત જુગારખાનામાં ભારતીય મૂળના મ્યુનિસિપલ કાઉન્સિલરની સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પ્લેટકિને આ અંગે જણાવ્યું હતું કે, ‘42 વર્ષીય આનંદ શાહ સહિત 39 લોકો પર રેકેટીયરિંગ, જુગારના ગુના, મની લોન્ડરિંગ અને અન્ય’ આરોપ મુકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ચાર પોકર ક્લબ સહિત 12 સ્થળોએ દરોડાની કાર્યવાહી પછી આરોપો દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડાના લોંગવૂડના 48 વર્ષીય સમીર એસ. નાડકર્ણી સામે પણ આ આરોપ મૂકવામાં આવ્યો હતો, તેઓ ‘સ્પોર્ટ્સબુક સબ-એજન્ટ/પોકર હોસ્ટ’ તરીકે ઓળખાતા હતા. આનંદ શાહ ન્યૂજર્સીમાં રાજનેતા તરીકે ઊભરી રહ્યા હતા અને ન્યૂયોર્કના સબર્બ- પ્રોસ્પેક્ટ પાર્કમાં બીજીવાર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે કાર્યરત હતા, અને તેઓ નાણાં, આર્થિક વિકાસ અને વીમાની કામગીરી સંભાળતા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં 3 મિલિયન ડોલરનો જુગાર રમાતો હતો.

LEAVE A REPLY