અમેરિકામાં તાજેતરમાં થયેલા એક નવા સર્વેના તારણો જણાવે છે કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડિમિનિસ્ટ્રેશને ઇમિગ્રેશન સીસ્ટમ પર નવા પ્રતિબંધો મુક્યા હોવા છતાં, વયસ્ક ઉંમરના લોકો એક વર્ષ પહેલાની સ્થિતિએ હવે વધુ સંખ્યામાં કાયદેસર ઇમિગ્રન્ટ્સ દેશ માટે ફાયદાકારક હોવાનો અભિપ્રાય ધરાવે છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સી અને એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રીસર્ચ દ્વારા થયેલા સર્વેના તારણોમાં જણાયું છે કે, અમેરિકનો હવે વારંવાર કહે છે કે, કાયદેસરના ઇમિગ્રન્ટ્સ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે અને અમેરિકન કંપનીઓમાં કુશળ વ્યક્તિઓને લાવે છે. અડધાથી થોડા ઓછા અમેરિકનો એવું વિચારે છે કે, કાયદેસર વસવાટ કરી રહેલા ઇમિગ્રન્ટ્સની સંખ્યા સરખી રહેવી જોઈએ, જ્યારે 25 ટકા જેટલા લોકો માને છે કે, તેમાં ઘટાડો થવો જોઈએ, જેમાં આ વર્ષની શરૂઆતથી ઘટાડો થયો છે. રીપબ્લિકન્સમાં પણ, કાયદેસર ઇમિગ્રેશન ઘટાડવાની તરફેણમાં રહેલા લોકોની સંખ્યા જાન્યુઆરીમાં 45 ટકા હતી તે હવે ઘટીને અંદાજે 30 ટકા થઈ ગઇ છે.
