એરફોર્સ

ઇન્ડિયન એરફોર્સમાંથી મિગ-21 ફાઈટર જેટને નિવૃત્ત કરાતાં હવે તેનું સ્થાન સિંગલ એન્જિન એન્જિન ધરાવતા તેજસ MK-14 વિમાન લેશે. એરફોર્સ માટે 97 તેજસ MK-14 ખરીદવા માટે સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે કરાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી દ્વારા આ ખરીદીને ગત મહિને મંજૂરી અપાઈ હતી, જેના પગલે આ કરાર થયા છે. એરફોર્સમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના આગમનની શરૂઆત વર્ષ 2027-28થી થશે અને છ વર્ષના ગાળામાં તમામ ખરીદી પૂર્ણ થશે. સંરક્ષણ મંત્રાલયે HAL સાથે કરેલા કરાર મુજબ 97 તેજસમાંથી 68 ફાઈટર્સ અને 29 ટ્વિન સીટર હશે. ફાઈટર જેટ્સ અને તેની સાથે સંકળાયેલા સાધનો ખરીદવા માટે કુલ રૂ. 62,370 કરોડનો ખર્ચ થશે.

સરકાર સંચાલિત વિશાળ એરોસ્પેસ કંપની (HAL)ને આ બીજો સૌથી મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. ફેબ્રુઆરી 2021માં સંરક્ષણ મંત્રાલયે HAL સાથે 83 તેજસ MK-1A ખરીદવા રૂ.48,000નો કોન્ટ્રાક્ટ કર્યો હતો. તાજેતરમાં થયેલા કોન્ટ્રાક્ટ હેઠળ મળનારા જેટ્સમાં 64 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરાયો છે અને નવી 67 વસ્તુ ઉમેરવામાં આવી છે. તેજસ સાથે ઉત્તમ એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એર રડાર્સ, સ્વયમ રક્ષા કવચ અને કંટ્રોલ સરફેસ એક્ટ્યુએટર્સને ઈન્ટીગ્રેટ કરાયા હોવાથી આત્મનિર્ભરતા અભિયાનને વધુ વેગ મળવાની આશા રક્ષા મંત્રાલયે વ્યક્ત કરી છે.

LEAVE A REPLY