(PTI Photo/Shashank Parade)

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 44.1 ઓવરમાં માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રમતના અંતે ભારતે બે વિકેટ ગુમાવીને 121 રન નોંધાવ્યા હતાં. સ્ટમ્પ્સ સમયે કેએલ રાહુલ ૫૩ રન અને શુભમન ગિલ ૧૮ રન સાથે ક્રીઝ પર અણનમ હતાં.

પ્રવાસી ટીમને ફક્ત 44.1 ઓવરમાં નજીવા સ્કોર પર ઓલઆઉટ કર્યા પછી ઓપનર યશસ્વી જયસ્વાલ (36) અને રાહુલ (અણનમ 53)એ પહેલી વિકેટ માટે 68 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે સાઈ સુદર્શન (૭)ને સસ્તામાં ગુમાવી દીધો હતો. અગાઉ ભારતના ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે સાત વિકેટ ઝડપી હતી. સિરાજે ચાર વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પણ બે વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત પહેલી ઇનિંગમાં ખરાબ રહી હતી. તેમને ફક્ત 12 રનમાં પહેલો ઝટકો લાગ્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલ (૦) ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે બીજા ઓપનર જોન કેમ્પબેલ (૮) ને આઉટ કર્યો. ત્યારબાદ સિરાજે ભારે તબાહી મચાવી, બે વધુ વિકેટ લીધી. લંચ પહેલા કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝને પાંચમો ઝટકો આપ્યો, અને શાઈ હોપે પોતાની વિકેટ ગુમાવી. ત્યારબાદ સુંદરે વેસ્ટ ઈન્ડિઝને સાતમો ઝટકો આપ્યો. ત્યારબાદ બુમરાહે વેસ્ટ ઈન્ડિઝને આઠમો અને નવમો સેટ ફટકાર્યો, જેનાથી વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સનો અંત આવ્યો.

અમદાવાદના સ્ટેડિયમમાં આયોજિત ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં પહેલા દિવસે જ સ્ટેડિયમમાં ઘણા ઓછા ફેન્સ આવવાથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. ટેસ્ટ રેન્કિંગમાં ભારત ચોથા સ્થાને છે, બે વખત WTC ફાઈનલ રમી ચૂકી છે. જ્યારે દુનિયાના આઠમાં નંબરની વેસ્ટ ઈન્ડિઝ ટીમ છે.

LEAVE A REPLY