અમેરિકામાં કાનૂની ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા લાખ્ખો લોકોને રાહત થાય તેવા એક પગલાં ફેડરલ સરકાર ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ (DACA) ફરી ચાલુ કરવાની વિચારણા કરી રહી છે. આનાથી બાળક તરીકે માતાપિતા સાથે આવેલા લોકોને અમેરિકામાં રહેવાની અને નોકરી કરવાની છૂટ મળશે. સરકાર ટૂંકસમયમાં આ પ્રોગ્રામ હેઠળ અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરી શકે છે.
ફેડરલ સરકારના વકીલો અને ઇમિગ્રન્ટની હિમાયત કરતી સંસ્થાઓએ ફેડરલ ન્યાયાધીશ સમક્ષ એક યોજનાઓ રજૂ કરી છે. આ યોજના મુજબ ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ પ્રોગ્રામ (DACA) હેઠળ અરજીઓ સ્વીકારવા માટે ફરીથી દરવાજા ખોલશે. આ પ્રોગ્રામ ચાર વર્ષ પહેલા બંધ કરાયો હતો.
જોકે એક રાજ્ય ટેક્સાસમાં કેસની સુનાવણી ચાલી રહી છે. તેથી આ રાજ્યમાં વર્ક પરમિટ નહીં મળે. અમેરિકાના ન્યાયવિભાગે કાનૂની રજૂઆતમાં આ યોજના રજૂ કરી છે. આ યોજનાને વિવિધત બનાવવા માટે ફેડરલ જજ આદેશ જારી કરે તે પછી લાખો લોકો DACAમાં નોંધણી કરાવવા માટે લાયક બનશે તેવો અંદાજ છે.
ઓબામા વહીવટીતંત્ર હેઠળ આ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ માતાપિતા દ્વારા બાળક તરીકે અમેરિકામાં લાવવામાં આવેલા અને કાયદેસર ઇમિગ્રેશન દરજ્જો ન ધરાવતા લોકોને અમેરિકામાં બે વર્ષ માટે રહેવાની અને નોકરી કરવાની છૂટ મળે છે. આ પરમિટને રિન્યૂ પણ કરી શકાય છે. આ પ્રોગ્રામ કાનૂની દરજ્જો મળતો નથી, પરંતુ દેશનિકાલ સામે રક્ષણ મળે છે.
આ પ્રોગ્રામ હેઠળ એવા લોકો અરજી કરી શકશે કે જેઓ 16 વર્ષની ઉંમર પહેલા અમેરિકામાં પ્રવેશ્યા હોય અને 15 જૂન 2012 સુધીમાં 31 વર્ષથી વધુ ઉંમર ન થઈ હોય. આ ઉપરાંત તેઓ કોઇ ગંભીર ગુનામાં સંડોવાયેલા ન હોય.
માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટીટ્યૂટના અંદાજ મુજબ આ પ્રોગ્રામથી હજારો લોકોને લાભ થશે. DACA હેઠળ હાલમાં 5.33 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલું છે. દેશભરમાં લગભગ 11 લાખ લોકો પાત્ર બની શકે છે.
