ઓપરેશન સિંદૂર
યુસેનાના વડા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ શુક્રવાર, ૩ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે.(PTI Photo/Atul Yadav)

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં F-16 જેટ સહિત ઓછામાં ઓછા એક ડઝન પાકિસ્તાની લશ્કરી વિમાનો નાશ પામ્યા હતાં અથવા નુકસાન થયું હતું, એમ એરફોર્સના વડા એર ચીફ માર્શલ એ પી સિંહે શુક્રવારે જણાવ્યું હતું. ભારતને જંગી નુકસાન કર્યું હોવાના પાકિસ્તાનના દાવાને તેમણે “કાલ્પનિક વાર્તાઓ” (મનોહર કહાનીયા) ગણાવી હતી.

એર ચીફ માર્શલે કહ્યું હતું કે ભારતીય કાર્યવાહીથી પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લશ્કરી માળખાને નુકસાન થયું હતું. તેમાં ત્રણ સ્થળોએ હેંગર, ઓછામાં ઓછા ચાર સ્થળોએ રડાર, બે સ્થળોએ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને બે એર બેઝમાં રનવેનો સમાવેશ થાય છે.વાયુસેના દિવસના થોડા દિવસો પહેલા એર ચીફ માર્શલ સિંહ એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.

અમર પ્રીત સિંહે જણાવ્યું હતું કે મે મહિનામાં પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના પાંચ F-16 અને JF-17 યુદ્ધવિમાનો તોડી પાડ્યાં હતાં. સંઘર્ષ દરમિયાન પાંચ પાકિસ્તાની લડાકુ વિમાનો અને અન્ય એક લશ્કરી વિમાનને તોડી પાડવામાં પાડવામાં આવ્યા હોવાનો એરફોર્સના વડાએ અગાઉ પણ દાવો કર્યો હતો, પરંતુ નવી દિલ્હીએ જાહેરમાં કયા જેટ તોડી પડાયા હતા તેની વિગતો આપી હતી.

એરફોર્સના વાર્ષિક દિવસની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પત્રકારોને જણાવ્યું કે હવાઈ સંરક્ષણ વિભાગનો સવાલ છે ત્યાં સુધી અમારી પાસે એક લાંબા અંતરના હુમલાના અને પાંચ F-16 અને JF-17 જેટ તોડી પાડ્યાં હતાં. F-16 એ યુએસ-નિર્મિત ફાઇટર જેટ છે જ્યારે JF-17 ચીની મૂળનું છે.

અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેને સંઘર્ષ દરમિયાન છ ભારતીય લડાકુ વિમાનો તોડી પાડ્યા હતાં, જેમાં ફ્રેન્ચ બનાવટના રાફેલનો પણ સમાવેશ થાય છે. ભારતે કેટલાંક નુકસાનનો સ્વીકાર કર્યો છે પરંતુ છ વિમાન ગુમાવવાનો ઇનકાર કર્યો છે.

મે મહિનામાં પહેલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું હતું. ચાર દિવસના સંઘર્ષ દરમિયાન બંને પક્ષોએ ફાઇટર જેટ, મિસાઇલ, તોપખાના અને ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા, અને પછી યુદ્ધવિરામ પર સંમત થયા હતા.

 

LEAVE A REPLY