પુરુષ-સ્ત્રી
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પુરુષપ્રધાન ભારતમાં પુરુષ-સ્ત્રી જન્મદરમાં 2021-23 દરમિયાન સકારાત્મક સુધારો આવ્યો હતો. આ સમયગાળામાં દર હજાર પુરુષે 917 મહિલાઓનો જન્મદર નોંધાયો હતો. સરકારે ગર્ભસ્થ શિશુના જાતિ પરિક્ષણ પર પ્રતિબંધ મૂક્યા પછી તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા હોવાનું માનવામાં આવે છે.

ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકતા કાયદાના વધુ અસરકારક અમલ અંગે યોજાયેલી બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ આરાધના પટનાઈકે જણાવ્યું હતું કે, વર્ષ 2021-23 દરમિયાન દર હજાર પુરુષે 917 મહિલાઓનો જન્મદર નોંધાયો હતો. સેક્સ રેશિયો એટ બર્થ (SRB)માં વીતેલા એક દાયકામાં સુધારો આવ્યો છે. 2016-17માં હજાર પુરુષે 819 સ્ત્રીનો જન્મ દર હતો, જે 2021-23માં વધીને 917 થયો છે.

બાળકનું લિંગ ચકાસીને જન્મ આપવા કે નહીં આપવાનો નિર્ણય કરવાની માનસિકતા ડામવાના કાનૂની હથિયાર ઉપરાંત નૈતિક અને સામાજિક સલામતીના માધ્યમ તરીકે તેમણે PC&PNDT એક્ટને ઓળખાવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જન્મથી જ મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે અને તેઓ વધુ શક્તિશાળી હોય છે, જેથી પુરુષ જન્મની સરખામણીએ મહિલા જન્મદરની કુદરતી સંભાવના વધારે છે.

LEAVE A REPLY