કેબિનેટ
(@Bhupendrapbjp X/ANI Photo)

દિવાળીના તહેવાર પહેલા ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની ધારણા છે. આ કવાયતમાં 10 નવા પ્રધાનોનો સમાવેશ થવાની તથા હાલના લગભગ 50 ટકા પ્રધાનોના પત્તા કપાવાની ધારણા છે. જયેશ રાદડિયા, અર્જૂન મોઢવાણિયા, જીતુ વાઘેલા, સંગીતા પાટિલ, ગણપત વસાવા, અલ્પેશ ઠાકોર, નરેશ પટેલ જેવા નવા ચહેરાનો કેબિનેટમાં સમાવેશ થવાની ધારણા છે.

શાસક ભાજપના વરિષ્ઠ નેતાએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આગામી કેબિનેટ વિસ્તરણમાં રાજ્યને લગભગ 10 નવા મંત્રીઓ મળી શકે છે આગામી કેબિનેટ વિસ્તરણ-કમ-ફેરબદલમાં હાલના લગભગ અડધા મંત્રીઓને બદલવામાં આવે તેવી શક્યતા છે. રાજ્ય મંત્રીમંડળમાં હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓનો સમાવેશ થાય છે. તેમાં આઠ કેબિનેટ-કક્ષાના મંત્રીઓ છે, જ્યારે ઘણા અન્ય રાજ્યપ્રધાનો છે. આ કવાયત ૧૮ ઓક્ટોબર પહેલા થવાની ધારણા છે. વર્તમાન મંત્રીમંડળના લગભગ ૫૦ ટકા મંત્રીઓને બદલવામાં આવે તેવી શક્યતા છે. આ વિસ્તરણ પછી ગુજરાતને ૧૦ નવા મંત્રીઓ મળે તેવી શક્યતા છે

આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત સરકારમાં રાજ્યપ્રધાન (MoS) જગદીશ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલના સ્થાને ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના નવા પ્રમુખ બન્યા હતાં. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યા 182 છે અને હાલની 15 ટકાની મર્યાદા મુજબ 27 પ્રધાન બનાવી શકાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજ્યા પછી ગુજરાતમાં કેબિનેટમાં પુનર્ગઠન-વિસ્તરણની અટકળો તેજ બની હતી. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ વધુ આંતરિક ચર્ચાવિચારણાની પછી સ્થિતિ સ્પષ્ટ બને તેવી શક્યતા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાનારી બેઠકમાં હાજર રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પક્ષના રાજ્ય એકમના વડા પણ ઉચ્ચ સ્તરીય ચર્ચાઓમાં લીધો હતો.

બંધબારણે યોજાઈ રહેલી આ બેઠકોને પગલે દિવાળીના તહેવારો ટાળે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતાં.. આ અચાનક દિલ્હી મુલાકાતના ઘણા સંકેતો છે.

LEAVE A REPLY