અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો હોવાથી ભારતની આઇટી કંપનીઓના પ્રોફિટ માર્જિન પર 0.2 ટકા ઘટાડો થવાનો અંદાજ છે, એમ રેટિંગ એજન્સી ક્રિસિલે ગુરુવારે જણાવ્યું હતું.
રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે વિઝામાં વધારાથી ભારતની આઇટી કંપનીઓને મર્યાદિત અસર થશે, કારણ કે 2018થી ભારતીય આઈટી કંપનીઓની H-1B વિઝા પરની નિર્ભરતી ઘટી રહી છે. 2018માં H-1B વિઝા અરજી રિજેક્ટ કરવાનું પ્રમાણ વધીને 24 ટકા થઈ ગયું હતું, જેને પગલે કંપનીઓએ તેના પરનો આધાર ઓછો કરી નાખ્યો હતો.2024માં H-1B વિઝા અરજી નકારવાનું પ્રમાણ માત્ર ત્રણ ટકા હતું.
એજન્સીએ જણાવ્યું હતું કે ભારતીય આઈટી કંપનીઓના ઓપરેટિંગ માર્જિન પર તેની આવતા વર્ષે માત્ર 0.1-0.2 ટકા જ અસર થશે. કંપનીઓના ઓપરેટિંગ માર્જિન ગત વર્ષે 22 ટકા આસપાસ હતા. હવે આ ફી વધારાનો બોજ આવ્યો છે તે પૈકી કેટલોક ક્લાયન્ટ્સ પર નાખી દેવામાં આવશે. તેનું પ્રમાણ 30-70 ટકા વચ્ચે રહેશે.
