અમદાવાદ
(Photo by NARINDER NANU/AFP via Getty Images)

કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદને 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર બનાવવાની બુધવાર, 15 ઓક્ટોબરે ભલામણ કરી હતી. બોર્ડ હવે 26 નવેમ્બરે ગ્લાસગોમાં મળનારી જનરલ એસેમ્બલીમાં અમદાવાદના નામની દરખાસ્ત મુકાશે અને તે પછી અંતિમ નિર્ણય કરાશે

દાવેદાર શહેરોના મૂલ્યાંકન પછી આ ભલામણ કરાઈ હતી. આ સ્પોર્ટ્સ માટે અમદાવાદ અને અબુજા, નાઇજીરીયા બંનેએ બિડ સબમિટ કરી હતી. ભારત સરકાર ૨૦૩૬માં અમદાવાદમાં ઓલિમ્પિક યોજવાની તૈયારી કરી છે, ત્યારે કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો મેળવવાનું મહત્વનું રહેશે.

કેનેડાના હેમિલ્ટનમાં પ્રથમ વખત યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થવાના છે. કેનેડાએ પણ સ્પર્ધામાં હતું, જોકે તેને બિડ કરી ન હતી. ભારતમાં ૨૦૧૦માં દિલ્હીમાં પહેલી વાર આ રમતોત્સવનું આયોજન થયું હતું. દક્ષિણ આફ્રિકાના શહેર ડર્બન નાણાકીય સમસ્યાઓના કારણે ખસી ગયા પછી ૨૦૨૨ રમતોત્સવ બર્મિંગહામ ખસેડવામાં આવ્યો હતો.

પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે કોમનવેલ્થમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત રમતગમતમાં ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે અને કોમનવેલ્થ ગેમ્સની સફળતાનો મજબૂત રેકોર્ડ છે, જે બર્મિંગહામ 2022માં મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યો છે. અમદાવાદનો પ્રસ્તાવ કોમનવેલ્થના મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને આધુનિક રમતના વ્યાપ અને વિવિધતાને પ્રતિબિંબિત કરતી રમતોનું આયોજન કરવાની તેની ક્ષમતા પર ભાર મૂકે છે.

કોમનવેલ્થ સ્પોર્ટના વચગાળાના પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકારેએ જણાવ્યું હતું કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે દરખાસ્તો તૈયાર કરવામાં ભારત અને નાઇજીરીયા બંનેએ જે વિઝન અને પ્રતિબદ્ધતા દર્શાવી છે તેના માટે અમે તેમના આભારી છીએ. બંને દરખાસ્તો પ્રેરણાદાયી હતી, જે અમારા કોમનવેલ્થ પરિવારમાં તકના પ્રમાણને પ્રતિબિંબિત કરે છે.

કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે “અમદાવાદમાં શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું ભારત માટે એક અસાધારણ સન્માનની બાબત હશે. આ ગેમ્સ માત્ર ભારતની વિશ્વ કક્ષાની રમતગમત અને ઇવેન્ટ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે નહીં, પરંતુ વિકસિત ભારત 2047 તરફની આપણી રાષ્ટ્રીય યાત્રામાં અર્થપૂર્ણ ભૂમિકા પણ ભજવશે. અમે 2030 ગેમ્સને આપણા યુવાનોને પ્રેરણા આપવા, આંતરરાષ્ટ્રીય ભાગીદારીને મજબૂત બનાવવા અને સમગ્ર કોમનવેલ્થમાં સહિયારા ભવિષ્યમાં યોગદાન આપવાની એક શક્તિશાળી તક તરીકે જોઈએ છીએ.”

 

LEAVE A REPLY