(istockphoto)

ઇમિગ્રેશન બેરિસ્ટર ચૌધરી રહેમાને બે હોન્ડુરાન બહેનોને સંડોવતા એસાયલમ કેસની અપીલના આધારનો મુસદ્દો તૈયાર કરવા માટે ChatGPT-શૈલીના AI સાધનનો ઉપયોગ કરતાં અપર ટ્રિબ્યુનલના જજ માર્ક બ્લંડેલે ટીકા કરી છે. જજે કહ્યું હતું કે રહેમાને પછી AI નો ઉપયોગ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રિબ્યુનલનો સમય બગાડ્યો હતો.

રહેમાને પોતાની રજૂઆતમાં બાર કાનૂની સત્તાઓ ટાંકી હતી પરંતુ બ્લંડેલે શોધી કાઢ્યું હતું કે તેમાંની ઘણી અસ્તિત્વમાં ન હતી કે અપ્રસ્તુત હતી અથવા ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. રહેમાન ટાંકેલા કેસોથી અજાણ દેખાયા હતા.

બ્લંડેલે તારણ કાઢ્યું કે રહેમાને જનરેટિવ AI નો ઉપયોગ કર્યો હતો અને તેઓ આ બાબતને બાર સ્ટાન્ડર્ડ્સ બોર્ડને સોંપવાનું વિચારશે.

રહેમાને ટ્રિબ્યુનલને કહ્યું હતું કે તેઓ સંશોધન માટે “વિવિધ વેબસાઇટ્સ”નો ઉપયોગ કરે છે અને  પોતાની ભૂલો માટે તેમની “ડ્રાફ્ટિંગ શૈલી”ને દોષી ઠેરવી હતી. પણ જજે તે સમજૂતીને નકારી કાઢી, આચરણને ગેરમાર્ગે દોરનારું અને ટેકનોલોજીનો દુરુપયોગ સમાન ગણાવ્યું હતું. જેણે કાનૂની કાર્યવાહીમાં વિશ્વાસ ઓછો કર્યો હતો.

LEAVE A REPLY