ઋષભ શેટ્ટીની કંતારા ચેપ્ટર-1 ફિલ્મ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઋષભ શેટ્ટીની ફિલ્મે બુધવારે વિશ્વભરમાં બોક્સ ઓફિસ કલેક્શનમાં ₹૮૦૦ કરોડનો આંકડો પાર કર્યો હતો અને છાવાના ₹૮૦૭ કરોડની કમાણીને પાછળ છોડી દીધી હતી.
કંતારા ચેપ્ટર 1ના પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સના જણાવ્યા અનુસાર આ એક્શન ફિલ્મે તેના પહેલા બે અઠવાડિયામાં વિશ્વભરમાં ₹717 કરોડની કમાણી કરી હતી.ત્રીજા અઠવાડિયામાં ફિલ્મે સતત કમાણી ચાલુ રાખી હતી. ત્રીજા સપ્તાહમાં ભારતમાં ₹38 કરોડનો ઉમેરો કર્યો છે. ત્યારથી, ફિલ્મે છ દિવસમાં વિશ્વભરમાં ₹92 કરોડની કમાણી કરી છે, તેનાથી વિશ્વભરમાં તેની કુલ કમાણી ₹809 કરોડ થઈ હતી.
14 ફેબ્રુઆરી, 2025એ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્નાની ‘છાવા’એ વિશ્વભરમાં રૂ.807 કરોડનું કલેક્શન કર્યુ હતું. આ વર્ષે રિલીઝ થયેલી બીજી કોઈ ફિલ્મ તેની બરાબરી કરી શક્યું નથી. પરંતુ, ‘કંતારા ચેપ્ટર 1’એ કમાણીના રેકોર્ડ તોડ્યાં હતાં.
‘કંતારા ચેપ્ટર 1’ રિલીઝ થઈ ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી કન્નડ વર્ઝન દ્વારા કમાણીમાં સિંહફાળો રહ્યો હતો. એ પછી હિન્દી પ્રેક્ષકોએ દ્વારા પણ મોટો સિંહ ફાળો રહ્યો. ફિલ્મે હિન્દી માર્કટમાં જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું હતું.
‘કાંતારા ચેપ્ટર 1’ ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. આ સમયગાળામાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની ‘થામા’ અને હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની ‘એક દીવાને કી દીવાનીયાત’ પણ રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો પણ સારી કમાણી કરી રહી છે, પરંતુ આ ‘કાંતારા ચેપ્ટર 1’ ની રફતારની તોડી શક્યા નહીં.












