ગુરુવાર, ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, કેનેડાના સરેમાં થયેલા હુમલા પછી અભિનેતા અને હાસ્ય કલાકાર કપિલ શર્માના કપ્સ કાફેનું પરિસર. (PTI Photo)

ભારતના જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરે ખાતેના કેપ્સ કાફે પર ચાર મહિનામાં ત્રીજી વખત ફાયરિંગની ઘટના બની હતી. સદનસીબે, તાજેતરની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ આ પ્રોપર્ટીને નુકસાન થયું હતું, એમ 16 ઓક્ટોબરે ભારતીય મીડિયામાં જણાવાયું હતું.

અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે કાફે પર અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. વારંવારના હુમલાઓથી સ્થાનિકો અને કોમેડિયનના ચાહકોમાં સલામતીની ચિંતાઓ ઊભી થઈ હતી. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્ક સાથે સંકળાયેલા ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન અને કુલદીપ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર ગોળીબારની જવાબદારી સ્વીકારી હતી. એક ધમકીભરી પોસ્ટમાં ગોલ્ડી ધિલ્લોને લખ્યું હતું કે “હું, ગોલ્ડી ધિલ્લોન, કેપ્સ કાફેમાં થયેલા ત્રણ ગોળીબારની જવાબદારી લઉં છું. અમને સામાન્ય લોકો સાથે કોઈ દુશ્મનાવટ નથી.” લોકોને રેસ્ટોરન્ટથી દૂર રહેવાની ચેતવણી આપતી આ કથિત પોસ્ટમાં જણાવાયું હતું કે હુમલા પહેલા કપિલ શર્માનો સંપર્કનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે રિંગ સાંભળી ન હતી. જો તે હજુ પણ રિંગ નહીં સાંભળે, તો આગામી કાર્યવાહી મુંબઈમાં થશે.

અગાઉ બે વખતે થયેલા ફાયરિંગમાં પણ કોઇને ઇજા થઈ ન હતી. ગોલ્ડી ઢિલ્લોન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી હતી. અગાઉ 10 જુલાઈએ કપિલ શર્માના કાફે પર પણ ગોળીબાર થયો હતો. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે હરજીત સિંહ લાડ્ડીએ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે કપિલ શર્માના શોમાં એક સહભાગીએ નિહંગ શીખોના પરંપરાગત પોશાક અને આચરણ પર કેટલીક “રમૂજી” ટિપ્પણીઓ કરી હતી જેનાથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હતી. કોમેડીના આડમાં કોઈ ધર્મ કે આધ્યાત્મિક ઓળખની મજાક ઉડાવી શકાય નહીં. શીખ સમુદાયે કપિલ શર્માના મેનેજરને ઘણી વાર ફોન કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. કપિલ શર્માએ જાહેરમાં માફી કેમ ન માંગી.

LEAVE A REPLY