આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના આધ્યાત્મિક વડા પ. પૂ. રાજરાજેશ્વર ગુરુજીની અધ્યક્ષતા હેઠળ માન્ચેસ્ટરમાં સીનેગોગ પર કરાયેલા હુમલા બાદ એકતા અને કરુણા દર્શાવવા લંડનના બેલમન્ટ ખાતે એક ખાસ સોલીડારીટી સર્વિસનું આયોજન કરવામાં અવ્યું હતું.
પૂજ્ય રાજરાજેશ્વર ગુરુજીએ પ્રેરણાદાયી સંદેશ આપી તમામ ધર્મના લોકોને હિંસા અને પ્રતિકૂળતાનો સામનો કરવા માટે એક સાથે ઊભા રહેવા વિનંતી કરી મુશ્કેલ સમયમાં કરુણા, સમજણ અને સામૂહિક ઉપચારના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આંતરધાર્મિક મેળાવડામાં હેરો ઇન્ટરફેથના અધ્યક્ષ ગોપાલ સિંહ ભચુ; સમુદાય અને સંસ્કૃતિ માટેના પોર્ટફોલિયો હોલ્ડર કાઉન્સિલર જેનેટ મોટે; ધાર્મિક – સામાજીક નેતાઓ અને મેટ્રોપોલિટન પોલીસના પ્રતિનિધિઓએ એક અવાજે હુમલાને વખોડી કાઢી શાંતિ, સ્થિતિસ્થાપકતા અને પરસ્પર સમર્થન માટે પ્રાર્થના કરી હતી.














