ભારતમાં આઈફોન ઉત્પાદક અમેરિકન કંપની એપલની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ દેશમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાવી હતી. કંપની ભારતમાં સતત તેનું રીટેલ માર્કેટ વધારી રહી છે. કંપનીની કુલ આવક આઠ ટકા વધીને 102.5 બિલિયન ડોલર થઈ હતી. આઈફોનની આવક 6 ટકા વધીને 49 બિલિયન ડોલર થઈ છે, જેમાં આઈફોન 16નું પણ નોંધપાત્ર વેચાણ થયું છે. અમેરિકાના ક્યુપેર્ટિનો ખાતે હેડક્વાર્ટર ધરાવતી એપલે કહ્યું હતું કે આઈફોન 17ની માંગ સમગ્ર વિશ્વમાં વધી છે જે દર્શાવે છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ આવક વધશે. એપલના સીઈઓ ટિમ કૂકે ડિસેમ્બર ક્વાર્ટર માટે આવક સૌથી વધુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં એપલે લગભગ મોટાભાગના માર્કેટમાં વૃદ્ધિ દર્શાવી છે. ડઝન જેટલા માર્કેટમાં વિક્રમી આવક મેળવી છે જેમાં અમેરિકા, કેનેડા, લેટિન અમેરિકા, પશ્ચિમ યુરોપ, મિડલ ઈસ્ટ, જાપાન, કોરિયા, સાઉથ કોરિયાનો સમાવેશ છે.

LEAVE A REPLY