અમેરિકા
અમેરિકાના ઉર્જા પ્રધાન ક્રિસ રાઈટ (Photo by Thomas Kronsteiner/Getty Images)

અમેરિકાના ઉર્જા પ્રધાન ક્રિસ રાઈટે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં પરીક્ષણમાં પરમાણુ વિસ્ફોટનો સમાવેશ કરાશે નહીં. મને લાગે છે કે આપણે અત્યારે જે પરીક્ષણો વિશે વાત કરી રહ્યા છીએ તે સિસ્ટમ પરીક્ષણો છે. આ પરમાણુ વિસ્ફોટ નથી. આને આપણે નોન ક્રિટિકલ વિસ્ફોટો કહીએ છીએ.

રાઈટે જણાવ્યું હતું કે, પરીક્ષણમાં પરમાણુ શસ્ત્રોના અન્ય તમામ ભાગોનો સમાવેશ થાય છે જેથી ખાતરી કરી શકાય કે તેઓ કાર્યરત છે અને પરમાણુ વિસ્ફોટ કરી શકે છે. રિપ્લેસમેન્ટ પરમાણુ શસ્ત્રો અગાઉના કરતા વધુ સારા છે તેની ખાતરી કરવા માટે નવી સિસ્ટમો પર પરીક્ષણો કરવામાં આવશે.

અગાઉ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સહિતના કેટલાંક દેશો હાલમાં અણુશસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યાં છે. રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સહિત ઘણા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે અને અમેરિકા માટે પણ તે જરૂરી છે.

સીબીએસ ન્યૂઝ સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા પરીક્ષણ કરી રહ્યું છે અને ચીન પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ તેઓ તેના વિશે માહિતી આપતા નથી. આપણે એક ખુલ્લા સમાજ છીએ. આપણે અલગ છીએ. આપણે તેના વિશે વાત કરીએ છીએ. આપણે તેના વિશે વાત કરવી પડશે, કારણ કે નહીં તો તમે લોકો રિપોર્ટ કરવાના છો. તેમની પાસે એવા પત્રકારો નથી જે તેના વિશે લખશે. અમે પરીક્ષણ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે તેઓ પરીક્ષણ કરે છે અને અન્ય લોકો પરીક્ષણ કરે છે. ચોક્કસપણે ઉત્તર કોરિયા પરીક્ષણ કરી રહ્યું છે. પાકિસ્તાન પરીક્ષણ કરી રહ્યું છે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓ ભૂગર્ભમાં પરીક્ષણ કરે છે, જ્યાં લોકોને ખબર નથી હોતી કે પરીક્ષણ થઈ રહ્યું છે. તમને થોડું કંપન લાગે છે. તેઓ પરીક્ષણ કરે છે અને આપણે પરીક્ષણ કરતા નથી. આપણે પરીક્ષણ કરવું પડશે. અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે 30 વર્ષ પછી અમેરિકા પરમાણુ પરીક્ષણ ફરી ચાલુ કરશે.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે અને તેમણે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ અંગે ચર્ચા કરી હતી. આપણી પાસે એટલા પરમાણુ શસ્ત્રો છે કે તે દુનિયાને ૧૫૦ વખત ઉડાવી શકે. રશિયા પાસે ઘણા બધા પરમાણુ શસ્ત્રો છે, અને ચીન પાસે ઘણા બધા હશે.

LEAVE A REPLY