(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ગરદન ઝડકાઈ જવાના કારણે કોલકાતા ખાતેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઈનિંગમાં ફક્ત ત્રણ બોલ રમી શક્યો હતો અને તેને મેચના બીજા દિવસે હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. તેને રવિવારે હોસ્પિટલમાંથી રજા તો આપી દેવાઈ હતી પણ તેને આરામની સૂચના આપવામાં આવી હોવાથી તે ભારત માટે બીજી ઈનિંગમાં પણ રમી શક્યો નહોતો.

સોમવારે (17 નવેમ્બર) છેલ્લા અહેવાલ મુજબ ભારતીય ટીમ હજી કોલકાતામાં જ હતી અને ગીલ પણ ટીમની હોટલમાં આરામ કરી રહ્યો હતો. ટીમ બુધવારે ગુવાહાટી માટે રવાના થશે ત્યારે શક્ય છે કે ગિલ ટીમની સાથે ગુવાહાટી જાય અથવા બીજા દિવસે ગુરૂવારે પણ ગુવાહાટી જઈ શકે છે. જો કે, 22 નવેમ્બર (શનિવાર) થી ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે તે ફિટ છે કે કેમ તે વિષે હજી કોઈ માહિતી નથી.

LEAVE A REPLY