(ANI Photo)

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના CEO કાસી વિશ્વનાથને સ્પષ્ટતા કરી છે કે મહેન્દ્ર સિંહ ધોની આ વર્ષે, 2026માં તો IPLમાં રમશે. તેમણે કહ્યું હતું કે ધોનીની આ વર્ષે તો નિવૃત્તિ લેવાની યોજના નથી.

એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં વિશ્વનાથને કહ્યું હતું કે, “ધોની આ વર્ષે તો IPLમાંથી નિવૃત્તિ લેવાનો નથી. હું તેની સાથે આ વિશે વાત કરીશ.”

ધોનીના સુકાનીપદે ચેન્નાઈ સુપર કિંગ્સ 2010, 2011, 2018, 2021 અને 2023માં IPL ચેમ્પિયન બન્યું હતું. જો કે, ગયા વર્ષે ટીમનો દેખાવ તદ્દન નિમ્ન સ્તરનો રહ્યો હતો, 14માંથી ફક્ત ચાર મેચમાં ચેન્નાઈનો વિજય થયો હતો અને પ્રથમ વખત ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે રહી હતી.

LEAVE A REPLY