(ANI Photo)

સલમાન ખાન દ્વારા સંચાલિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની 19મી સીઝનમાં પણ જબરદસ્ત મનોરંજન અને ડ્રામા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દર્શકોમાં ચર્ચામાં છે કે આ સીઝનનો સૌથી મોંઘો અને સૌથી વધુ ફી વસૂલનાર સ્પર્ધક કોણ છે? તેના જવાબમાં ટીવી અભિનેતા ગૌરવ ખન્નાનું નામ સામે આવ્યું છે. તે ફી અને લોકપ્રિયતા બંનેમાં બધાથી આગળ છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ, ગૌરવ ખન્નાને દર સપ્તાહે અંદાજે રૂ. 17.5 લાખની જંગી ફી મળી રહી છે. એટલે કે, એક દિવસના તેને રૂ. 2.5 લાખ સુધીની આવક થઇ રહી છે. અગાઉ કહેવાતું હતું કે, અમલ મલિક પણ તેને ટક્કર આપી રહ્યા છે, પરંતુ ગૌરવની ફી સૌથી વધુ હોવાનું બહાર આવ્યું છે.

તેની કુલ નેટવર્થ રૂ. 12થી ૧૫ કરોડની હોવાનું માનવામાં આવે છે. ગૌરવ ખન્ના તાજેતરમાં જ ‘સેલિબ્રિટી માસ્ટરશેફ ઇન્ડિયા’ જીતી ચૂક્યા છે, જ્યાં તેમને રૂ. 20 લાખનું ઇનામ મળ્યું હતું. હવે તેઓ ‘બિગ બોસ’માં પણ સૌથી વધુ કમાણી કરનારા કલાકાર બની ગયા છે.

બહુ ઓછા લોકો જાણે છે કે અભિનયમાં આવતા પહેલાં ગૌરવ ખન્ના એક કોર્પોરેટ પ્રોફેશનલ હતા. તેણે માર્કેટિંગમાં MBAની ડિગ્રી મેળવ્યા પછી લગભગ એક વર્ષ સુધી એક આઇટી કંપનીમાં કામ કર્યું હતું. ત્યાર પછી તેમણે અભિનયની દુનિયામાં આવવાનો નિર્ણય લીધો. તેણે ‘ભાભી’ સીરિયલથી ટીવીમાં પદાર્પણ કર્યું અને પછી ‘કુમકુમ’, ‘મેરી ડોલી તેરે અંગના’ અને ‘સીઆઇડી’ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું. સ્ટાર પ્લસની જાણીતી સિરિયલ ‘અનુપમા’ માં અનુજ કાપડિયાનું પાત્ર ભજવીને તેણે પોતાની ખાસ ઓળખ બનાવી હતી. ગૌરવ ખન્નાની લક્ઝરી લાઇફસ્ટાઇલમાં મુંબઈમાં પોતાનો એપાર્ટમેન્ટ, ઓડી A6 અને ફોક્સવેગન ટેગોન જેવી કારની માલિકી ધરાવે છે.

LEAVE A REPLY