પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ અને માનવરહિત હવાઈ વાહન (UAV) કાર્યક્રમો માટે કથિત રીતે સામગ્રી સપ્લાય કરવા બદલ અમેરિકાના નાણા વિભાગે ભારતની એક કંપની સહિત વિશ્વની 31 કંપનીઓ સામે બુધવાર, 12 નવેમ્બરે પ્રતિબંધો લાદ્યા હતાં.

આ નવેસરના પ્રતિબંધો ખાસ કરીને ઇરાનના સપ્લાય નેટવર્કને ટાર્ગેટ કરાયા છે. બેલિસ્ટિક મિસાઇલ ઉત્પાદન માટે જરૂરી સોલિડ રોકેટ પ્રોપેલન્ટ્સમાં ઉપયોગમાં લેવાતી રાસાયણિક સામગ્રી મેળવવાનું ઇરાન માટે હવે મુશ્કેલ બનશે.
ટ્રેઝરી ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC)એ આ પ્રતિબંધોની જાહેરાત કરી હતી. તેમાં ઈરાન, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી, ચીન, હોંગકોંગ, ભારત, જર્મની અને યુક્રેનમાં 32 વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધો મૂકાયા છે. વિભાગે જણાવ્યું હતું કે ઈરાનના શસ્ત્રો ઉત્પાદન પ્રયાસોને ટેકો આપતા નેટવર્કમાં આ કંપનીઓ સામેલ હતી.

પ્રતિબંધનો શિકાર બનેલી કંપનીઓમાં ભારત સ્થિત ફાર્મલેન પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ કંપની અંગે OFACએ જણાવ્યું હતું કે તે UAE સ્થિત MVM Amici Trading LLCના ડાયરેક્શન હેઠળ કાર્યરત છે અને તેનું નિયંત્રણ જર્મન નાગરિક માર્કો ક્લિન્જ હાથમાં છે.

ક્લિન્જ ભારત સ્થિત ફાર્મલેન પ્રાઇવેટ લિમિટેડ (ફાર્મલેન)ના ડિરેક્ટર અને જર્મની સ્થિત EVA હેન્ડલ્સગેસેલ્સચાફ્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે સેવા આપે છે.ક્લિન્જ અને તેમના નેટવર્કે પાર્ચિન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ (PCI) વતી ચીનમાંથી બેલિસ્ટિક મિસાઇલ પ્રોપેલન્ટ ઘટકોની ખરીદીનું સંકલન કર્યું હતું. આ ઘટકોમાં સોડિયમ ક્લોરેટ, સોડિયમ પરક્લોરેટ અને સેબેસિક એસિડનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY