આસામના ગૌહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારત મંગળવારે મુશ્કેલીમાં મુકાયું હતું. આ ટેસ્ટ જીતવા માટે આફ્રિકાએ ભારતને 549 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ચોથા દિવસની રમતને અંતે ભારતે બે વિકેટે 27 રન બનાવ્યાં હતાં. ઓપનર યશસ્વી જયસ્વાલ 13 અને કેએલ રાહુલ 6 રન આઉટ થયા હતાં. સાઈ સુદર્શન 2 અને નાઈટ વોચમેન કુલદીપ યાદવ 4 રન સાથે ક્રીઝ પર હતાં. આમ અંતિમ દિવસે મેચ બચાવવા અને 0-2 વ્હાઇટવોશના અપમાનને ટાળવા માટે બાકીના બેટ્સમેનોએ ભારે પ્રયાસ કરવો પડશે.
સાઉથ આફ્રિકાએ ચોથા દિવસના ત્રીજા સેશનમાં પોતાની બીજી ઇનિંગ્સ 260/5ના સ્કોર પર ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ટીમને 288 રનની મજબૂત સરસાઈ મળી હતી. તેનાથી ભારતને વિજય માટે 549 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
બીજી ઇનિંગ્સમાં સાઉથ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે 94 રન બનાવ્યા હતીમ. ટોની ડી જ્યોર્જીએ 49, રાયન રિકેલ્ટને 35 અને એડન માર્કરમે 29 રન જોડ્યા હતી. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ભારતની ટીમ પ્રથમ ઇન્ડિંગમાં પ્રથમ ઈનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 489 રન નોંધાવ્યા હતા. તેથી દક્ષિણ આફ્રિકાને ટીમ ઈન્ડિયા સામે 288 રનની વિશાળ લીડ મેળવી લીધી મળી હતી. આફ્રિકા તરફથી બેટિંગમાં સેન્યુરન મુથ્થુસામીએ અને માર્કો જ્હોન્સને જ્યારે બોલિંગમાં માર્કો યાનસેને દમદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી હતી. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો.
દક્ષિણ આફ્રિકાના બોલર માર્કો યાનસેને પ્રથમ ઈનિંગમાં છ વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો, જ્યારે સીમોન હાર્મરે ત્રણ અને કેશવ મહારાજે એક વિકેટ ખેરવી હતી.
ભારતીય ટીમ તરફથી પ્રથમ ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 97 બોલમાં 58 રન, કે.એલ.રાહુલે 63 બોલમાં 22 રન, સાંઈ સુદર્શને 40 બોલમાંથી 15 રન, ધ્રુવ જુરેલે 11 બોલમાં 0 રન, સુકાની ઋષભ પંતે 8 બોલમાં 7 રન, રવિન્દ્ર જાડેજાએ 18 બોલમાં 6 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 18 બોલમાં 10 રન, વોશિંગ્ટન સુંદરે 92 બોલમાં 48 રન, કુલદીપ યાદવે 134 બોલમાં 19 રન, જસપ્રીમ બુમરાહે 17 બોલમાં 5 રન અને મોહમ્મદ સિરાજે 6 બોલમાં અણનમ બે રન બનાવ્યાં હતાં.
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 489 રન બનાવ્યા હતાં. સેનુરન મુથુસામીએ શાનદાર 109 રન બનાવ્યા હતાં અને માર્કો જેનસેન 93 રન બનાવ્યા હતાં. મુથુસામીએ કાયલ વેરેન (45) સાથે સાતમી વિકેટ માટે 88 રનની ભાગીદારી નોંધાવી હતી અને પછી જેનસેન સાથે 97 રન ઉમેરીને દક્ષિણ આફ્રિકાની ટીમને મજબૂતી આપી હતી. પ્રથમ દિવસની અંતેને અંતે છ વિકેટે 247 રનના સ્કોર પર ફરી શરૂ કરી હતી. મુથુસામીએ પોતાનો પહેલો ટેસ્ટ સદી ફટકારી હતી, જ્યારે કુલદીપ યાદવની બોલિંગમાં વિકેટ ગુમાવતા સદી ચુક્યો હતો.
છેલ્લા બે દિવસમાં વિકેટ માટે મહેનત કરનારા ભારતીય બોલરોમાં કુલદીપ (૪/૧૧૫)એ સૌથી વધુ વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરને કોઇ વિકેટ મળી ન હતી.














