સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની વાપસી થઈ છે. બીસીસીઆઇએએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની બુધવારે જાહેરાત કરી હતી.
ગરદનની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી અને વનડે શ્રેણીની કેટલીક મેચ ગુમાવનાર ગિલને તેની તબિયતમાંથી સ્વસ્થ થયા બાદ ટી20 મેચો માટે ઉપ-કપ્તાન તરીકે પસંદ કરાયો છે. જોકે ગિલની ભાગીદારી BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ તરફથી ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે. સૂર્યકુમાર યાદવ ભારતનો નિયમિત T20I કેપ્ટન છે.
હાર્દિક પંડ્યા સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે શુભમન ગિલ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદથી જ બંને ખેલાડીઓ ક્રિકેટ મેદાનથી દૂર હતાં. લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં રમતો જોવા મળ્યો હતો. મંગળવારે એલિટ ગ્રૂપ-C મેચમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઑફ ધ મેચ ઍવૉર્ડ અપાયો હતો.
પાંચ મેચની શ્રેણી 9 ડિસેમ્બરે કટકમાં શરૂ થશે. અન્ય મેચો ચંદીગઢ (11 ડિસેમ્બર), ધર્મશાલા (14 ડિસેમ્બર), લખનૌ (17 ડિસેમ્બર) અને અમદાવાદ (19 ડિસેમ્બર)માં યોજાશે.
ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (VC)*, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (WK), સંજુ સેમસન (WK), જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિદ રાહણા, વોશિંગ્ટન સુંદર.














