આફ્રિકા
(ANI Photo)

દક્ષિણ આફ્રિકાએ નયા રાયપુરમાં બુધવાર, 3 ડિસેમ્બરે રમાયેલી બીજી વન-ડેમાં વિક્રમજનક 359 રનનો પીછો કરીને ભારતને હરાવ્યું હતું. ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરીને આફ્રિકાને 358નો જંગી ટાર્ગેટ આપ્યો હતો. જોકે સાઉથ આફ્રિકાએ આ રોમાંચક મેચ 4 વિકેટે જીતને સિરિઝને 1-1થી બરાબર કરી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગની શરૂઆત એડેન માર્કરમ અને ક્વિન્ટન ડિકોકે કરી હતી. ડિકોક 8 રન બનાવી આઉટ થયો. જોકે ટેમ્બા બાવુમા અને માર્કરમે બાજી સંભાળી હતી. માર્કરમે 98 બોલમાં 110 રન ફટકાર્યા હતા, જેમાં 10  ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. બાવુમા 46 રન ફટકારીને આઉટ થયો હતો, જે બાદ બ્રેવિસે પણ 54 રન ફટકારી મોટું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી વિરાટ કોહલીએ વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. કોહલીએ 90 બોલમાં 100 રન પૂરા કર્યા હતાં. આ કોહલીની 53મી વનડે સદી હતી. ઋતુરાજ ગાયકવાડે પણ વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેને 77 બોલમાં 100 રન પૂરા કર્યા હતાં. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા હતાં. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતો.

LEAVE A REPLY