ભારતના વિદેશ રાજ્યપ્રધાન કીર્તિ વર્ધન સિંહે રાજ્યસભામાં માહિતી માહિતી હતી કે પહેલી જાન્યુઆરી 2025ના રોજ 153 દેશોમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 18,82,318 હતી. આમાંથી અમેરિકામાં આશરે 2.55 લાખ, યુકેમાં 1,73 લાખ, યુએઇમાં 2.53 લાખ અને ઓસ્ટ્રેલિયામાં 1.96 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં યુકેએ 170, ઓસ્ટ્રેલિયાએ 114, રશિયાએ 82, અમેરિકાએ 45, યુક્રેને 13 અને ફિનલેન્ડે 5 ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટ પણ કર્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં, “વિદેશી ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશને નકારવામાં આવ્યો હતો કારણ કે તેઓઅધૂરા અથવા અયોગ્ય પ્રવેશ દસ્તાવેજો ધરાવતા હતા. યુનિવર્સિટીઓઓ નોંધણી માટે જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.અથવા વિદેશી શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પસંદ કરેલા અભ્યાસ ક્ષેત્ર વિશેના મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવામાં અસમર્થ હતા












