
લંડનની કિંગ્સ કોલેજ ખાતે 2025ના ઈન્ડો-પેસિફિક કોન્ફરન્સમાં યુકેના ઈન્ડો-પેસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ પોતાના મુખ્ય ભાષણમાં વૈશ્વિક વિભાજન વચ્ચે “સહકાર પર પુનર્વિચાર” કરવાની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે ઈન્ડો-પેસિફિક યુકેની વિદેશ નીતિમાં કેમ કેન્દ્રસ્થાને છે તે દર્શાવતા પહેલા આ ક્ષેત્રમાં તાજેતરના ઘાતક તોફાનો માટે શોક વ્યક્ત કર્યો હતો.
આર્થિક ઉદય અને વ્યૂહાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, સુશ્રી મલ્હોત્રાએ વધતી જતી ભૂરાજકીય સ્પર્ધા, દરિયાઈ સુરક્ષા માટેના જોખમો અને યુક્રેન પર રશિયાના આક્રમણ જેવા સંઘર્ષોની વૈશ્વિક અસર અંગે ચેતવણી આપી હતી.
મલ્હોત્રાએ છેલ્લા એક વર્ષમાં યુકેની મજબૂત ભાગીદારીની સમીક્ષા કરી હતી, જેમાં ભારત, આસિયાન રાષ્ટ્રો, જાપાન, વિયેતનામ અને પેસિફિક ટાપુ દેશો સાથેના ગાઢ સંબંધોનો સમાવેશ થાય છે. તેમણે સુરક્ષા અને સહયોગ પર કેન્દ્રિત સંતુલિત, લાંબા ગાળાના અભિગમ દ્વારા ચીન સાથે નવી જોડાણ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ AUKUS, CPTPP અને વધેલા પ્રાદેશિક સંરક્ષણ સહયોગ દ્વારા પ્રગતિની પણ નોંધ લીધી હતી.
તેમણે મુક્ત, ખુલ્લા અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક માટે યુકેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરીને સમાપન કર્યું.













