અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા પછી ધરપકડ કરાયેલા 14 કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ પાસેથી ટ્રમ્પ વહીવટીતંત્ર 5000 ડોલરની ફી વસૂલવાનું શરૂ કરશે.
યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઈકલ બેંક્સે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વ્યક્તિ દેશમાં કેટલા સમયથી રહી છે અથવા તેમનો ઇમિગ્રેશન કેસ હજુ પણ પેન્ડિંગ છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર આ દંડ વસૂલ કરવામાં આવશે. આ દંડ ટ્રમ્પના વન બિલ બ્યૂટીફૂલ બિલ એક્ટ હેઠળ લાદવામાં આવ્યો છે.ધરપકડ ફી એવા સ્થળાંતર કરનારાઓ પર લાગુ થશે જેઓ પરવાનગી વિના દેશમાં પ્રવેશ્યા હોવાનું નિર્ધારિત થાય છે.
અગાઉ CBP એર એન્ડ મરીન ઓપરેશન્સે સ્થળાંતર કરનારાઓને જમીન, સમુદ્ર અથવા હવા દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા સામે ચેતવણી આપતા જણાવ્યું હતું કે “જો તમે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો, તો તમને પકડવામાં આવશે, દેશનિકાલ કરવામાં આવશે અને યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે














