ગોલ્ડ કાર્ડ
(Photo by Andrew Harnik/Getty Images)

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 10 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે “ગોલ્ડ કાર્ડ” સત્તાવાર રીતે વેચાણ માટે ઉપલબ્ધ બન્યું છે. ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ હેઠળ 10 લાખ ડોલરમાં અમેરિકામાં રહેવાનો કાનૂની દરજ્જો મળશે અને તેનાથી યુએસ નાગરિકતાનો માર્ગ મોકળો બનશે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં બિઝનેસ લીડરની હાજરીમાં એક કાર્યક્રમની ગોલ્ડ કાર્ડ યોજનાના પ્રારંભની જાહેરાત કરી હતી. આની સાથે આ પ્રોગ્રામ હેઠળ અરજીઓ સ્વીકારતી વેબસાઇટ પણ કાર્યરત બન્યું હતું. આ પ્રોગ્રામ EB-5 વિઝા પ્રોગ્રામનું સ્થાન લેશે. EB-5 વિઝા પ્રોગ્રામ 1990માં કોંગ્રેસે ચાલુ કર્યો હતો. તેનો હેતુ દેશમાં વિદેશી રોકાણ આકર્ષવાનો હતો.

ટ્રમ્પે જણાવ્યું હતું કે “મૂળભૂત રીતે તે ગ્રીન કાર્ડ છે,પણ ઘણું સારું. ઘણું શક્તિશાળી, ઘણું મજબૂત રસ્તો.”

ટ્રમ્પ નવા પ્રોગ્રામને અમેરિકા માટે ટોચની પ્રતિભાઓને આકર્ષવા અને જાળવી રાખવાના માર્ગ તરીકે જુએ છે. આની સાથે સાથે ફેડરલ સરકારનો ખજાના માટે પણ આવક પણ ઉભી થશે. ટ્રમ્પ મહિનાઓથી ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામનો પ્રચાર કરી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે દરેક કાર્ડની કિંમત $5 મિલિયન હશે, જોકે પછી તેમણે $1 મિલિયન અને $2 મિલિયનનો ભાવ પણ મૂક્યો હતો.

પ્રેસિડન્ટે કહ્યું હતું કે કાર્યક્રમના ભાગ રૂપે લેવામાં આવેલા તમામ ભંડોળ યુએસ સરકારની તિજોરીમાં જશે અને આપણે દેશ માટે સકારાત્મક કાર્યો કરી શકીશું.

વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં અરજદારોની ચકાસણી માટે $15,000ની ફીનો સમાવેશ થશે અને બેકગ્રાઉન્ડની ચકાસણી માટે ઉપયોગમાં લેવાતી સંપૂર્ણ પ્રક્રિયા “ખાતરી કરશે કે આ લોકો અમેરિકામાં રહેવા માટે સંપૂર્ણપણે લાયક છે. કંપનીઓ બહુવિધ કાર્ડ પ્રાપ્ત કરી શકશે, પરંતુ પ્રતિ કાર્ડ એક વ્યક્તિ સુધી મર્યાદિત રહેશે

LEAVE A REPLY