યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલ REUTERS/Kevin Lamarque

જેરોમ પોવેલની આગેવાની હેઠળની યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)એ બુધવાર, 10 ડિસેમ્બર 2025એ તેના મુખ્ય બેન્ચમાર્ક વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો.
યુએસ અર્થતંત્રમાં ફુગાવામાં વધારો અને નબળા પડી રહેલા રોજગાર બજાર વચ્ચે ફેડે વ્યાજ દરને 3.50%થી 3.75%ની રેન્જમાં લાવવાનો કર્યો હતો.

આની સાથે સપ્ટેમ્બર 2025 પછી ફેડ વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો કર્યો છે. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બર 2024થી તેના મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને આ વર્ષે સપ્ટેમ્બરમાં પ્રથમ વખત ઘટાડો કર્યો હતો.
યુએસ ફેડનો આ નિર્ણય યુએસ અર્થતંત્રમાં વિરોધાભાસી વલણો વચ્ચે આવ્યા આવ્યો છે. કેન્દ્રીય બેંક દેશના શ્રમ બજારને સપોર્ટ કરવાની સાથે ફુગાવાને સ્થિર રાખવાની બેવડી ભૂમિકામાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.

29 ઓક્ટોબર 2025ના રોજ યુએસ ફેડરલ રિઝર્વે અર્થતંત્ર માટેના મુખ્ય વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 3.75%થી 4.00%ની રેન્જ લાવવાનો નિર્ણય લીધોહતો, જે કેલેન્ડર વર્ષમાં વ્યાજદરમાં બીજો ઘટાડો હતો.
ફેડના ચેરમેન જેરોમ પોવેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં માલના ભાવમાં વધારાને કારણે યુએસ અર્થતંત્રમાં ફુગાવો વધ્યો છે. પોવેલે ભાવમાં આ વધારા માટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને જવાબદાર ગણાવી હતી.

LEAVE A REPLY