ક્રિતિ સેનન
(ANI Photo)

‘તેરે ઇશ્ક મેં’માં એક એવી લવ સ્ટોરી છે, જેમાં પ્રેમ જેટલો ગાઢ છે, તેટલું જ વધારે દર્દ પણ આપે છે. દિગ્દર્શક આનંદ એલ રાયે  ભાવનાત્મક સંબંધો, જનૂની પ્રેમ અને આંતરિક સંઘર્ષોને પડદા પર રજૂ કર્યા છે. આ ફિલ્મની શરૂઆત શંકર ગુરુક્કલ (ધનુષ) થી થાય છે, તે કાયમ ગુસ્સામાં રહે છે, તેના પર કોઇનો કાબૂ નથી, અને તે કોલેજનો સૌથી ખતરનાક વિદ્યાર્થી નેતા પણ છે.

બીજી તરફ મુક્તિ બેનીવાલ (ક્રિતિ સેનન) એક સમજદાર અને વિચારશીલ સંશોધન વિદ્યાર્થિની, જેને વિશ્વાસ છે કે હિંસા માણસનો સ્વભાવ નથી, પરંતુ તે એક એવી પરિસ્થિતિ છે, જેને બદલી શકાય છે. એક ઘટના પછી બંને ટકરાય છે અને મુક્તિ નક્કી કરે છે કે તે શંકરને બદલીને પોતાનું સંશોધન સાબિત કરશે.

ધીમે ધીમે શંકર ખરેખર બદલાય છે, તેનો ગુસ્સો ઓછો થાય છે, સંવેદનશીલતા વધે છે અને તે મુક્તિને ઊંડો પ્રેમ કરવા લાગે છે, પરંતુ સત્ય સામે આવે છે કે આ પરિવર્તન મુક્તિના સંશોધન અભ્યાસનો એક ભાગ હતો, તેનો પ્રેમ નહીં.

આ સ્પષ્ટતાથી શંકર અંદરથી તૂટી જાય છે. આ ઘટનાના સાત વર્ષ પછી નસીબજોગે બંને ફરીથી આમને-સામને આવે છે, પરંતુ આ વખતે તેમની વચ્ચે પ્રેમ નથી. પરંતુ શંકરના મનમાં દર્દ અને વિશ્વાસઘાત છે.  હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મને તમિલ સહિત અન્ય ડબ વર્ઝનમાં વિવિધ ભાષામાં રીલીઝ કરવામાં આવી છે.  ફિલ્મમાં સંગીત એ.આર. રહેમાનનું છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં એકસાથે રિલીઝ થઈ હતી.

 

LEAVE A REPLY