સાઉદી
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભીખ માગતી ઓર્ગેનાઇઝ્ડ સિન્કિકેટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વધતી ચિંતાઓ વચ્ચે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાની નાગરિકો સામે કડક તપાસ શરૂ કરી છે. આ વર્ષે ભીખ માંગવાના આરોપસર એકલા સાઉદી અરેબિયાએ 24,000 પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા છે, જ્યારે યુએઈએ મોટાભાગના પાકિસ્તાની નાગરિકો પર વિઝા પ્રતિબંધો લાદ્યા છે. પાકિસ્તાની નાગરિકો કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા હોવાની ચિંતા વચ્ચે યુએઇએ આ નિર્ણય કર્યો હતો.

પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ડાયરેક્ટર જનરલ રિફત મુખ્તારના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયાએ આ વર્ષે ભીખ માંગવાના આરોપસર 24,000 પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા હતાં. દુબઈએ લગભગ 6,000 લોકોને પાછા મોકલ્યા હતાં, જ્યારે અઝરબૈજાને લગભગ 2,500 પાકિસ્તાની ભિખારીઓને દેશનિકાલ કર્યા હતો. 2025માં અધિકારીઓએ ભીખ માંગતી સિન્ડિકેટને તોડી પાડવા અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવાના પ્રયાસરૂપે એરપોર્ટ પર 66,154 મુસાફરોને ઉતાર્યા હતાં.

FIAના ડિરેક્ટર જનરલ રિફત મુખ્તારએ જણાવ્યું હતું કે આ નેટવર્ક્સ પાકિસ્તાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પેટર્ન ફક્ત ગલ્ફ સુધી મર્યાદિત નથી. આફ્રિકા અને યુરોપ તેમજ કંબોડિયા અને થાઇલેન્ડ જેવા સ્થળોએ પ્રવાસી વિઝાના દુરુપયોગ સાથે સંકળાયેલા આવા કેસો મળી આવ્યાં છે. ગયા વર્ષે પણ આ મુદ્દે સાઉદી અધિકારીઓએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

 

LEAVE A REPLY