પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતની સંસદે ગુરુવારે એક સીમાચિહ્નરૂપ પરમાણુ ઉર્જા બિલને મંજૂરી આપી હતી જે ખાનગી અને વિદેશી કંપનીઓને પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપે છે. નવા કાયદા હેઠળ, ખાનગી કંપનીઓને પરમાણુ ઊર્જા પ્લાન્ટ ચલાવવા માટે લાઇસન્સ મેળવવું પડશે, જ્યારે વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી દ્વારા રોકાણ કરી શકશે.
ભારતે 2047 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતામાં દસ ગણો વધારો કરીને 100 ગીગાવોટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ બિલ અણુ ઊર્જા ક્ષેત્ર માટે એક મોટો ફેરફાર દર્શાવે છે. ભારતમાં અત્યાર સુધી આ આ ક્ષેત્રમાં સરકારના કડક નિયંત્રણો હતાં. સરકારી માલિકીની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દેશના કુલ ૮.૮ ગીગાવોટ ક્ષમતા ધરાવતા પરમાણુ પાવર પ્લાન્ટના કાફલાની માલિકી અને સંચાલન કરે છે. સરકારે આ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું હોવાથી ટાટા પાવર, અદાણી પવાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ખાનગી કંપનીઓ આ ક્ષેત્રમાં 26 અબજ ડોલરનું રોકાણ કરે તેવી શક્યતા છે.

LEAVE A REPLY