ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા ઉપરાંત ભૂતપૂર્વ TMC સાંસદ મીમી ચક્રવર્તી અને અભિનેતા સોનુ સૂદ સહિતની કેટલીક સેલિબ્રિટીની આશરે રૂ.1,000 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી, એમ સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફેડરલ તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)નો કામચલાઉ આદેશ જારી કર્યા બાદ અભિનેત્રી નેહા શર્મા, મોડેલ ઉર્વશી રૌતેલાની માતા અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની મિલકતો પણ જપ્ત કરી હતી.
સોનુ સૂદની લગભગ 1 કરોડ રૂપિયા, મિમી ચક્રવર્તીની 59 લાખ રૂપિયા, યુવરાજ સિંહની 2.5 કરોડ રૂપિયા, નેહા શર્માની 1.26 કરોડ રૂપિયા, ઉથપ્પાની 8.26 લાખ રૂપિયા, હઝરાની 47 લાખ રૂપિયા અને રૌતેલાની માતાની 2.02 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં EDએ આ તમામ સેલિબ્રિટીઓની પૂછપરછ કરી હતી. આ સંપત્તિઓને ટચ કેરિયન ટાપુ દેશ કુરાકાઓમાં નોંધાયેલ 1xbet નામની કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનની “ગુનાની આવક” તરીકે વર્ગીકૃત કરાઈ હતી. આ તપાસના ભાગ રૂપે એજન્સીએ થોડા સમય પહેલા ભૂતપૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને સુરેશ રૈનાની ૧૧.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
ઓનલાઇન સટ્ટાબાજી કરાવતી એપ 1xBet કેસમાં આ કાર્યવાહી કરાઈ હતી. છેલ્લા કેટલાંક સમયથી ED સતત આ મામલે તપાસ કરી રહી છે. આ ક્રિકેટર્સ અને એક્ટર્સ પર 1xBetનો પ્રચારનો આરોપ છે.














