ટિકટોક

જાણીતી સોશિયલ વિડીયો પ્લેટફોર્મ-ટિકટોક દ્વારા અમેરિકન બિઝનેસ એકમને ઓરેકલ, સિલ્વર લેક અને એમજીએક્સ જેવા ત્રણ સ્થાનિક રોકાણકારોને વેચાણ કરવા સમજૂતી કરાર કર્યા છે. આ સમજુતીથી ટિકટોકને અમેરિકામાં તેની કામગીરી ચાલુ રાખવાની મંજૂરી મળશે. મીડિયા રીપોર્ટ મુજબ, આ સમજૂતી 22 જાન્યુઆરીએ પૂર્ણ થવાની સંભાવના છે. ટિકટોકના સીઈઓ શૌ શી ચ્યૂએ તેના કર્મચારીઓને એક મેમોમાં જણાવ્યું હતું કે, બાઇટડાન્સ અને ટિકટોકે આ ત્રણેય રોકાણકારો સાથે સમજૂતી કરી છે.
આ નવા સંયુક્ત સાહસમાં 50 ટકા હિસ્સો રોકાણકારોના એક જૂથ પાસે રહેશે, જેમાં ઓરેકલ, સિલ્વર લેક અને એમજીએક્સ પ્રત્યેક પાસે 15-15 ટકા હિસ્સો હશે. મેમો મુજબ, બાઇટડાન્સના હાલના રોકાણકારોની સંલગ્ન સંસ્થાઓ પાસે 30.1 ટકા હિસ્સો રહેશે, જ્યારે ચીન સ્થિત બાઇટડાન્સ પાસે 19.9 ટકા હિસ્સો યથાવત રહેશે.
અમેરિકી સાહસ માટે નવી સાત સભ્યોની બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની રચના કરશે, જેમાં બહુમતી અમેરિકન સભ્યો હશે. આ સાહસ પર એવા નિયમો લાગુ પડશે, જે “અમેરિકન નાગરિકોના ડેટા અને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કરે. અમેરિકન યુઝર્સનો ડેટા ઓરેકલ દ્વારા સંચાલિત સિસ્ટમમાં સ્થાનિક રીતે સંગ્રહિત રહેશે. અમેરિકી સાહસ દેશમાં કન્ટેન્ટ મોડરેશન અને નીતિઓની દેખરેખ પણ રાખશે.

LEAVE A REPLY