હત્યા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે. દીપુ ચંદ્ર દાસને કટ્ટરપંથીઓના ટોળાએ જીવતો સળગાવી દીધાના થોડા દિવસોમાં વધુ એક હિન્દુની ઢોર માર મારીને હત્યા કરાઈ હતી. 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટની રાજધાની ઢાકાથી લગભગ સાડા ત્રણ કલાક દૂર આવેલા રાજબારીના પંગશા ઉપજિલ્લામાં રાત્રે 11 વાગ્યાની ટોળાએ નિર્મમ હત્યા કરી હતી.

સહાયક પોલીસ અધિક્ષક (પંગશા સર્કલ) દેબ્રત સરકારે જણાવ્યું હતું કે પોલીસે સમ્રાટને ટોળાથી બચાવ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું હતું કે સમ્રાટ સામે પંગશા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા છે, જેમાં એક હત્યાનો પણ સમાવેશ થાય છે. સમ્રાટના એક સાથી મોહમ્મદ સેલીમની એક પિસ્તોલ અને બંદૂક સાથે ધરપકડ કરાઈ હતી.

અગાઉ ફેક્ટરી કામદાર દીપુ ચંદ્ર દાસના લિંચિંગ કરાયું હતું. આ બંને ઘટનાઓથી દેશમાં લઘુમતીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે.ગયા ગુરુવારે ઢાકાથી લગભગ ત્રણ કલાક દૂર મૈમનસિંઘમાં એક સહકાર્યકરે 27 વર્ષીય દાસ પર ઇશનિંદાનો આક્ષેપ કર્યો હતો.

 

LEAVE A REPLY