સ્વિટ્ઝર્લૅન્ડ
Switzerland, January 1, 2026. REUTERS/Denis Balibouse

સ્વિટ્ઝર્લૅન્ડના ક્રેન્સ મોન્ટાનામાં નવા વર્ષની પાર્ટી દરમિયાન એક બારમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતાં. નવા વર્ષની ઉજવણી દરમિયાન ક્રેન્સ મોન્ટાનાના લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટ ટાઉનમાં લે કોન્સ્ટેલેશન નામના બારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કોન્સર્ટ દરમિયાન આતશબાજીનો ઉપયોગથી વિસ્ફોટ સાથે આગ લાગી હોવાની શક્યતા છે.

દક્ષિણપશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વોલિસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને જણાવ્યું હતું કે બાર કોઇ એક જગ્યાએ આગ લાગી છે. ઘણા ઘાયલ થયા હતાં અને ઘણા લોકો મૃત્યુ પામ્યા હતાં. નવા વર્ષનું સ્વાગત કરતી વખતે પ્રવાસીઓમાં લોકપ્રિય એવા કોન્સ્ટેલેશન બારમાં રાત્રે 1:30 વાગ્યે (0030 GMT) આગ લાગી હતી. મોટાભાગના મૃતકો પ્રવાસીઓ હોવાનું માનવામાં આવે છે, જેઓ રજાઓની મોસમ માટે ક્રેન્સ-મોન્ટાના આવ્યા હતાં. વિસ્ફોટ સમયે બારમાં સોથી વધુ લોકો હતાં. અમે અમારી તપાસની શરૂઆતમાં જ છીએ, પરંતુ આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સ્કી રિસોર્ટ છે જ્યાં ઘણા બધા પ્રવાસીઓ આવે છે.

પ્રાદેશિક દૈનિક લે નુવેલિસ્ટે પણ જણાવ્યું હતું કે તેમના સ્ત્રોતો ભારે નુકસાનનું વર્ણન કરી રહ્યાં છે, જેમાં લગભગ 40 લોકો માર્યા ગયા છે અને 100 ઘાયલ થયા છે.

સોશિયલ મીડિયા પર ફરતી થયેલી અપ્રમાણિત તસવીરો અને વીડિયોમાં એક બારમાં આગ લાગી હોવાનું દર્શાવવામાં આવ્યું છે જ્યાં નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી. પોલીસ અને ફાયર સર્વિસીસ તેમજ ઘણા હેલિકોપ્ટર ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા હતાં. અસરગ્રસ્તોના સંબંધીઓ માટે એક હોટલાઇન સ્થાપિત કરવામાં આવી છે.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, અને ક્રેન્સ-મોન્ટાના પર નો-ફ્લાય ઝોન લાગુ કરવામાં આવ્યો છે.

ક્રેન્સ-મોન્ટાના એક વૈભવી સ્કી રિસોર્ટ શહેર છે જે સ્વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાક દૂર વાલૈસ પ્રદેશમાં આલ્પ્સ પર્વતમાળાના આવેલું છે. આ શહેર બ્રિટિશ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. બીબીસીના અહેવાલ મુજબ, જાન્યુઆરીના અંતમાં ક્રેન્સ-મોન્ટાના રિસોર્ટ FIS વર્લ્ડ કપ નામની સ્પીડ સ્કીઇંગ ઇવેન્ટનું આયોજન કરવાનું છે.

LEAVE A REPLY