સફળતા

ભારતે ગ્રાસરૂટ ટ્રાયલ પૂર્ણ કરીને એડવાન્સ્ડ સ્ટ્રોક ટ્રીટમેન્ટમાં નિર્ણાયક સફળતા મેળવી છે. ગ્રાસરૂટ ટ્રાયલ એક લેન્ડમાર્ક મલ્ટીસેન્ટર ક્લિનિકલ સ્ટડી છે, જે શરીરમાં મોટી વાહિનીઓના અવરોધને કારણે તીવ્ર ઇસ્કેમિક સ્ટ્રોકથી પીડાતા દર્દીઓ માટે સુપરનોવા સ્ટેન્ટ રીટ્રીવરનું મૂલ્યાંકન કરે છે. આ સફળતા ભારતની આત્મનિર્ભરતા તેમજ એડવાન્સ્ડ ન્યુરોવેસ્ક્યુલર સારવારમાં મહત્વનો સીમાચિહ્ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં સ્ટ્રોકનાં વાર્ષિક લગભગ 1.7 મિલિયન નવા કેસ નોંધાય છે,
આ સફળતામાં “ભારતીય ઇજનેરો દ્વારા સ્ટેન્ટ ડિઝાઇન અને સિમ્સ હોસ્પિટલ સહિત 8 ભારતીય હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસ અને મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.” ગ્રાસરૂટ ટ્રાયલ દેશના આઠ અગ્રણી સ્ટ્રોક સેન્ટરોમાં હાથ ધરવામાં આવી હતી, જેમાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, જે દેશમાં જ વિકસાવેયા ડિવાઇઝ માટે મજબૂત ઇન્ડિયન ક્લિનિકલ એવિડન્સ પૂરા પાડે છે.
આ ઇનોવેશન તેનાં રાષ્ટ્રીય મહત્વ ઉપરાંત, સ્પષ્ટતા આપે છે કે, “ભારતમાં બનાવેલ સ્ટેન્ટ હવે મગજની નળીઓ માટે અને એક્યુટ બ્રેન સ્ટ્રોકમાં પણ ઉપયોગી છે.” સુપરનોવા સ્ટેન્ટ રીટ્રીવરે મજબૂત સલામતી અને અસરકારક પરિણામો દર્શાવ્યા છે, જે સફળ વાહિની રિકેનલાઇઝેશનના ઊંચા દર, ફેવરેબલ ફર્સ્ટ-પાસ સફળતા અને લૉ કોમ્પ્લિકેશન પ્રોફાઇલ સાથે 90 દિવસમાં ફંક્શનલ રીકવરીને આગળ વધારે છે.
ભારતમાં સ્ટ્રોક મૃત્યુ અને લોંગ-ટર્મ ડિસએબિલિટીના મુખ્ય કારણોમાંનું એક છે, અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમીની સમયસર પહોંચ જીવન બચાવી શકે છે. આ પ્રકારની સ્વદેશી સારવાર ભારતના એક્યુટ સ્ટ્રોક કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે.
ક્લિનિકલ ઇમ્પેક્ટને દર્શાવતા મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ટ્રાયલનાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર, ન્યુરોઇન્ટરવેન્શન અને સ્ટ્રોકનાં ડિરેક્ટર ડૉ. મુકેશ શર્માએ કહ્યું કે, “ભારતમાં સ્ટ્રોક માટે ગ્રાસરૂટ ટ્રાયલ ગેમ-ચેન્જર છે. હાઇ રિપરફ્યુઝન રેટ સાથે શ્રેષ્ઠ સલામતીનો અર્થ છે કે હવે દર્દીઓ ક્રિટિકલ સમયે ખાસકરીને મર્યાદિત સંસાધનો છતાં આ લાઇફ -સેવિંગ મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી મેળવી શકશે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં યુનિટ મેડિકલ ડિરેક્ટર ડૉ. આર. શંકરને કહ્યું કે, “આ અભ્યાસથી સાબિત થાય છે કે વર્લ્ડ-ક્લાસ પરિણામો સ્થાનિક ઇનોવેશન થકી પ્રાપ્ત થાય છે. આ ભારતીય દર્દીઓ માટે ઝડપી, સલામત તથા અફોર્ડેબલ એડવાન્સ્ડ સ્ટ્રોક ઇન્ટરવેન્શન્સ પ્રદાન કરવામાં અમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલનાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ અને ચેરમેન ડૉ. કેયુર પરીખે કહ્યું કે, “ભારતને જટીલ વાસ્ક્યુલર ઇમર્જન્સી માટે સ્કેલેબલ તથા કોસ્ટ-ઇફેક્ટીવ સમાધાનોની તાત્કાલિક જરૂરીયાત છે. સુપરનોવા ડિવાઇઝ અને ગ્રાસરૂટ ટ્રાયલ એ જરૂરીયાત પુરી કરે છે, જે મજબૂત વૈજ્ઞાનિક પુરાવા સાથે ભારતીય ક્લિનિકલ વાસ્તવિકતાઓ દ્વારા સંચાલિત ઇનોવેશન છે.
શ્રેષ્ઠતા પ્રત્યે મૈરિંગો સિમ્સ હોસ્પિટલની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા, મૈરિંગો એશિયા હોસ્પિટલ્સનાં મેનેજીંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઇઓ ડૉ. રાજીવ સિંઘલે કહ્યું કે, “મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ ખાતે ઇનોવેશન પ્રત્યે અમારો અપ્રોચ દર્દીનાં રીપોર્ટ્સ, પુરાવા તથા રીયલ-વર્લ્ડ ઇમ્પેક્ટ પર આધારિત છે.’

LEAVE A REPLY