ટાઉન
અમદાવાદમાં સાબરમતી નદી પરના અટલ બ્રિજનું એરિયલ શોટ..(istockphoto)

ગુજરાત સરકારે 2030 સુધીમાં મુખ્ય શહેરો પરનું દબાણ ઘટાડવા માટે મેટ્રો જેવી સુવિધાઓ અને આર્થિક ક્ષમતા ધરાવતા પાંચ સેટેલાઇટ ટાઉન બનવાની યોજના તૈયાર કરી છે. અમદાવાદ નજીકના સાણંદ, સાવલી (વડોદરા), કલોલ (ગાંધીનગર), બારડોલી (સુરત) અને હિરાસર (રાજકોટ)ને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે.

સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “રાજ્ય સરકારે આ શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે શહેરી આયોજકોને આમંત્રણ આપ્યું છે અને ટેન્ડર દ્વારા આયોજકોની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 2030 સુધીમાં રાજ્ય આ શહેરોને મેટ્રો જેવી સુવિધાઓથી સજ્જ કરવાની અને તેમની આર્થિક ક્ષમતાને મજબૂત બનાવવાની યોજના ધરાવે છે, જેનાથી મોટા શહેરો પર દબાણ ઓછું થશે.

સેટેલાઇટ ટાઉન એ એક એવું શહેર છે, જે મુખ્ય શહેરની નજીક આવેલું છે અને મુખ્ય શહેરમાં એક કલાકમાં પહોંચી શકાય છે. સરકારની આ યોજનાથી રોજગારની નવી તકોનું સર્જન થશે, તથા વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ અને નાગરિક-કેન્દ્રિત સુવિધાઓથી ઊભી થશે.

રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે આ શહેરોમાં અત્યાધુનિક માળખાગત સુવિધાઓ, ઇલેક્ટ્રિક બસ સેવાઓ સાથે સુવ્યવસ્થિત જાહેર પરિવહન, અદ્યતન પાણી પુરવઠા અને કચરા વ્યવસ્થાપન પ્રણાલીઓ, રિંગ રોડ, શહેરી વન ઉદ્યાનો, મનોહર તળાવો, મોડેલ ફાયર સ્ટેશન અને મિશ્ર ઉપયોગ માળખાગત સુવિધાઓ હશે જેમાં ઓફિસો, ઘરો અને નજીકમાં દુકાનો હશે

LEAVE A REPLY