આદિવાસી
કોંગ્રેસની દાહોદ ખાતે યોજાયેલી જન આક્રોશ સભા દરમિયાન ડેડીયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય તથા આદિવાસી નેતા મહેશભાઈ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતાં.

આદિવાસી નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પટ્ટામાં દાયકાઓથી દબદબો ધરાવતા નેતા દાહોદ ખાતે યોજાયેલી કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ દરમિયાન કોંગ્રેસમાં જોડાયા હતાં.

અગાઉ 14 એપ્રિલ 2025ના રોજ તેમણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા 2024ની સામાન્ય ચૂંટણી પહેલા માર્ચ 2024માં ભાજપમાં જોડાયા હતા. તેઓ પિતાની પાર્ટી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) છોડી ભાજપમાં જોડાયા હતા.

મહેશ વસાવાની રાજકીય સફર ઉતાર-ચઢાવ ભરેલી રહી છે. તેઓ BTPથી ભાજપ અને હવે કોંગ્રેસમાં જોડાયા છે. દાહોદમાં જન આક્રોશ યાત્રાના સમાપન સમયે આયોજિત જંગી સભામાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં મહેશ વસાવાએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોંગ્રેસમાં જોડાયા પછી મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપ બંધારણ તોડનારી પાર્ટી છે અને તેની સામે આદિવાસીઓને એકજૂથ કરીને લડત આપશે.

LEAVE A REPLY