ભારતના ઉભરતા આક્રમક બેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 વર્ષની વયે અંડર 19 ક્રિકેટમાં એક ઈનિંગમાં 14 છગ્ગા ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે.
હાલમાં દુબઈમાં રમાઈ રહેલી અંડર 19 વન-ડે એશિયા કપ વૈભવે ગયા સપ્તાહે શુક્રવારે (12 ડિસેમ્બર) દુબઈમાં યુએઈ સામેની મેચમાં 95 બોલમાં ઝમકદાર 171 રન ફટકાર્યા હતા, જેમાં 14 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે યુએઈ સામે 6 વિકેટે 433 રન ખડકી દીધા હતા, જેમાં આરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રાએ પણ 69-69 રન ફટકાર્યા હતા. જવાબમાં યુએઈની ટીમ 7 વિકેટે ફક્ત 199 રન સુધી પહોંચી શકી હતી. ભારતનો 234 રનના વિરાટ માર્જીનથી વિજય થયો હતો.












