અંગૂરી ભાભી તરીકે જાણીતી શિલ્પા શિંદેએ ભાભીજી ઘર પર હૈ 2.0માં ફરી જોવા મળી રહી છે. આ શોમાં તે અનિતા ભાભી (વિદિશી શ્રીવાસ્તવ), વિભૂતિ નારાયણ મિશ્રા (આસીફ શેખ) અને મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) જોવા મળે છે. તેણે શો દ્વારા અંગૂરી ભાભીના રૂપમાં પુનરાગમન કર્યું છે.
10 વર્ષ પછી શોમાં પુનરાગમન કરવા અંગે શિલ્પા કહે છે, “અંગૂરી ભાભી તરીકે 10 વર્ષ પછી પુનરાગમન ખરેખર મારા માટે મોટો અવસર છે. હું પડદા પર તેને ભજવતી નહોતી છતાં મેં ક્યારેય એવું અનુભવ્યું નહોતું કે અંગૂરી ભાભીએ મને છોડી દીધી છે. લોકોએ સોશિયલ મીડિયાની સાથે સાથે વાસ્તવિત જીવનમાં પણ મને અંગૂરી ભાભી તરીકે સંબોધવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ મને મળતા અને પૂછતા, ‘આપ અંગૂરી ભાભી બનકર કબ આઓગે?’ હું તેમને કહેવા માગું છું કે આપકી અસલી અંગૂરી ભાભી ઈઝ બેક.’’ ભાભીજી ઘર પર હૈ 2.0,ને એન્ડટીવી અને હિન્દી Z5 પર સોમવારથી શુક્રવારે રાત્રે 10.30 વાગ્યાથી નિહાળી શકાય છે.













