ઇન્ડિયન અમેરિકન ટેકનોલોજી એક્ઝિક્યુટિવ પુલકિત દેસાઈએ શનિવાર, 3 જાન્યુઆરીએ ન્યુ જર્સીના પરસિપ્પની-ટ્રોય હિલ્સ ટાઉનશીપના મેયર તરીકે શપથ લીધા હતાં. દેસાઈએ પારસિપ્પની મ્યુનિસિપલ બિલ્ડીંગ ખાતે ચૂંટણી પછી ઔપચારિક રીતે ટાઉનશીપનું નેતૃત્વ સંભાળ્યું હતું.
તેમણે રિપબ્લિકન જેમ્સ બાર્બેરિયોનું સ્થાન લીધું છે. દેસાઈ મેયર તરીકે ચાર વર્ષનો કાર્યકાળ સંભાળશે, જે તાત્કાલિક અમલમાં આવશે.મોરિસ કાઉન્ટીમાં સ્થિત પારસિપ્પની-ટ્રોય હિલ્સ, વસ્તીની દ્રષ્ટિએ રાજ્યની સૌથી મોટી નગરપાલિકાઓમાંની એક છે.
તાજેતરના વર્ષોમાં ન્યૂ જર્સીમાં મેયરની ચૂંટણી ગળાકાપ સ્પર્ધા જોવા મળીી છે. નવેમ્બરમાં શરુઆતમાં દેસાઈ ઇન-પર્સન મશીન વોટમાં પાછળ રહ્યાં હતાં, પરંતુ મેઇલ-ઇન અને પ્રોવિઝનલ મતદાન પછીથી પરિણામ તેમના પક્ષમાં આવ્યું આવ્યું હતું. સર્ટિફાઇટ રિઝલ્ટ મુજબ તેઓ આશરે 20,000 મતોમાંથી લગભગ 80 મતોથી આગળ રહ્યાં હતાં. બાર્બેરિયોએ કરેલી અપીલને ન્યૂ જર્સી સુપિરિયર કોર્ટના ન્યાયાધીશે ફગાવી દીધી હતી, જેનાથી દેસાઈના શપથ ગ્રહણનો માર્ગ મોકળો થયો હતો.
સાયબરસિક્યોરિટી પ્રોફેશનલ પુલકિત દેસાઈ ન્યુ જર્સી સ્થિત એક ફોર્ચ્યુન 500 કંપનીમાં કામ કરે છે, જ્યાં તેમણે વૈશ્વિક ટેકનોલોજી અને સિક્યોરિટી ટીમોનું વડપણ કર્યું છે. તેઓ યુએસ મરીન કોર્પ્સના નિવૃત્ત કોમ્બેટ સૈનિક પણ છે.
આ સમારોહમાં ડેમોક્રેટ્સ મેટ કવનાઘ અને દિયા પટેલે ટાઉનશીપ કાઉન્સિલમાં શપથ લીધા હતાં. 1984 પછી પહેલી વાર પરસિપ્પની-ટ્રોય હિલ્સની સ્થાનિક સરકાર પર ડેમોક્રેટિક પાર્ટી રાજ પાછુ આવ્યું છે.













