NHS
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

નાના બાળકોને ઓરી-અછબડાથી બચાવવા માટે તેમને એનએચએસ દ્વારા રસી આપવાનું શરૂ થયું છે. આવા નાના બાળકોને ગંભીર બીમારીથી બચાવવા માટે NHSના રસીકરણ કાર્યક્રમમાં પ્રથમવાર ઓરી-અછબડા (ચિકનપોક્સ-વેરિસેલા)નો સમાવેશ કરી આ અભિયાનનો વ્યાપ વધારાઈ રહ્યો છે.

હવેથી જીપી દ્વારા 12 મહિના અને 18 મહિનાની ઉંમરના બાળકોને ઓરી, ગાલપચોળિયા અને રૂબેલાની સાથે અછબડા સામે રક્ષણ આપવા માટે MMRVની એક જ રસી આપવામાં આવશે. ઓરી-અછબડાનો ચેપ બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે અને તે સરળતાથી ફેલાય છે.

તે સામાન્ય રીતે હળવો હોય છે પરંતુ તેના પર ધ્યાન ન આપવામાં આવે તો તેમાંથી ગંભીર સ્થિતિ ઊભી થઇ શકે છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, છાતીમાં ઇન્ફેક્શન અને આંચકી જેવી સમસ્યા થાય છે. જોઇન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સની ભલામણને પગલે હવે બાળકોને અછબડા સામે રક્ષણ અપાશે, જેમાં ઓરી, ગાલપચોળિયા, રૂબેલા માટે MMR રસીને બદલે MMRV રસીનો ઉપયોગ કરાશે. સંશોધન દર્શાવે છે કે બાળપણમાં અછબડા થવાના કારણે યુકેમાં અર્થતંત્રને આવક અને ઉત્પાદકતાના મુદ્દે દર વર્ષે અંદાજે £24 મિલિયન જેટલું નુકસાન થાય છે. આ રસીકરણથી NHSને વધુ સારવાર આપવામાં વાર્ષિક £15 મિલિયન બચત થવાની સંભાવના છે.

LEAVE A REPLY