(ANI Photo/Mohd Zakir)

મલેશિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુની સફર ગયા સપ્તાહે શનિવારે (10 ડિસેમ્બર) અંત આવી ગયો હતો. સેમિફાઇનલમાં ચીનની વાંગ ઝિયાયીનો સિંધુ સામે સીધી ગેમ્સમાં 21-16, 21-15થી વિજય થયો હતો. વાંગ સામે છ મુકાબલામાં આ સિંધુનો ત્રીજો પરાજય હતો.

આ સુપર 100 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અગાઉની મેચોમાં શાનદાર દેખાવ કર્યા પછી સિંધુ વિશ્વના બીજા ક્રમની ચીની ખેલાડી સામેની ટક્કરમાં દબાણ સામે બરાબર ટક્કર લઈ શકી નહોતી. આ રીતે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ અને તેની સાથે ભારતીય પડકારનો પણ આ સ્પર્ધામાં અંત આવ્યો હતો.

2025ના ઓક્ટોબરમાં પગની ઇજાને કારણે સિંધુને લાંબો સમય બેડમિન્ટન કોર્ટથી દૂર રહેવું પડ્યું હતું. એ વિરામ પછી સિંધુ માટે આ પહેલી ટુર્નામેન્ટ હતી. સેમિફાઇનલમાં પણ તે એક તબક્કે શાનદાર રમત દાખવી રહી હતી. તે પ્રથમ ગેમમાં એક સમયે 11-6ની સરસાઈથી આગળ હતી પરંતુ અહીંથી તેની ચીની હરીફે મુકાબલામાં વાપસી કરી હતી. તે અગાઉ, ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની યામાગુચી સામે તેનો મુકાબલો હતો, પણ યામાગુચી ઈજાગ્રસ્ત થતાં સિંધુને વોકોવર મળ્યો હતો.

એશિયન ગેમ્સ ચેમ્પિયન જોડી સાત્વિક સાઇરાન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો અગાઉ શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થયો હતો. ઇન્ડોનેશિયન જોડીની સરખામણીએ ભારતીય જોડીનો ક્રમાંક વધુ સારો હતો.

LEAVE A REPLY