ફાઇલ ફોટો (Photo by Gareth Copley/Getty Images)
ભારતના પીઢ ક્રિકેટર અને ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલીએ વડોદરામાં રવિવારે શાનદાર બેટિંગ સાથે બે નવા રેકોર્ડ કર્યા હતા, જેમાંથી એક તો વર્લ્ડ રેકોર્ડ છે.
તેણે તમામ ફોર્મેટની મળી કુલ 557 મેચ અને 624 ઈનિંગમાં 28000 રન પુરા કર્યા છે, જે સૌથી ઝડપી 28000 રનનો વિશ્વ રેકોર્ડ છે. એકંદરે પણ તેનાથી વધુ રન ફક્ત બીજા બે ક્રિકેટર્સના નામે છે – સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા. તેંડુલકરે 644 ઈનિંગમાં અને સંગાકારાએ 666 ઈનિંગમાં આ રેકોર્ડ કર્યો હતો. વન-ડે ઈન્ટરનેશનલ્સમાં પણ કુલ સ્કોરમાં તે સંગાકારાથી આગળ નિકળી ગયો છે.

LEAVE A REPLY