અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સાથે વેપાર કરતાં દેશો પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તહેરાનમાં સરકાર વિરોધી ઉગ્ર આંદોલનમાં આશરે 600 લોકોના મોત થયા છે ત્યારે ટ્રમ્પે ઇરાન પરના દબાણમાં વધારો કરવા માટે આ મોટી જાહેરાત કરી હતી. ટ્રમ્પની આ કાર્યવાહીથી ભારત અને ચીન સહિતના દેશોને અસર થવાની શક્યતા છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશ અમેરિકા સાથે કરવામાં આવતા કોઈપણ બિઝનેસ પર 25 ટકા ટેરિફ ચૂકવશે. આ આદેશ અંતિમ અને નિર્ણાયક છે. ઇરાન સામે લશ્કરી કાર્યવાહીની વિચારણા વચ્ચે ટ્રમ્પે આ જાહેરાત કરી હતી.

સોમવારની સવારે વ્હાઉટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે એર સ્ટ્રાઇક સહિતના ઘણા વિકલ્પો વિચારણા હેઠળ છે.

ચીનને ઇરાનનો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ માનવામાં આવે છે. જોકે ટ્રમ્પની આ ટેરિફથી ભારત, યુનાઇટેડ આરબ અમિરાત અને તુર્કીને પણ અસર થશે. આ દેશો પણ તહેરાનનો મુખ્ય ભાગીદાર દેશો છે.

તેહરાનમાં ભારતીય દૂતાવાસ જણાવ્યા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2024-25માં ઈરાનને $1.24 બિલિયનના મૂલ્યના માલની નિકાસ અને $0.44 બિલિયનના મૂલ્યના માલની આયાત કરી હતી, જેનાથી કુલ વેપાર $1.68 બિલિયન (આશરે રૂ. 14,000 – રૂ. 15,000 કરોડ) થયો હતો. ટ્રેડિંગ ઇકોનોમિક્સના એક અહેવાલ મુજબ આમાં સૌથી મોટો હિસ્સો $512.92 મિલિયનના કાર્બનિક રસાયણોનો હતો, ત્યારબાદ ખાદ્ય ફળો, બદામ, સાઇટ્રસ ફળોની છાલ અને તરબૂચ $311.60 મિલિયન અને ખનિજ ઇંધણ, તેલ પ્રોડક્ટ્સનો $86.48 મિલિયનના હતા.

 

LEAVE A REPLY