ભારતમાંથી જેમ્સ-જ્વેલરીની નિકાસ ડિસેમ્બર-2025માં 4.98 ટકા ઘટીને 1,883.85 મિલિયન ડોલર નોંધાઇ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 1,982.62 મિલિયન ડોલર હતી. જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ તાજેતરમાં આ આંકડા જાહેર કર્યા હતા. એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં દેશની કુલ નિકાસ 0.41 ટકા ઘટીને 20,751.28 મિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 20,837.45 મિલિયન ડોલર હતી.
અમેરિકા ખાતે નિકાસ 50.44 ટકા ઘટી હતી, જે દર્શાવે છે કે ટેરિફની અસર આ સેક્ટર પર ઘણી જોવા મળી છે. અમેરિકા, જેમ્સ-જ્વેલરી માટે ભારતનું સૌથી મોટુ માર્કેટ છે અને તેની કુલ નિકાસના 30 ટકા અમેરિકામાં નિકાસ થાય છે. એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં નિકાસ 44.42 ટકા ઘટીને 3.86 બિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 6.95 બિલિયન ડોલર હતી. ડિસેમ્બરમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 2.7 ટકા વધીને 794.93 મિલિયન ડોલર થઈ હતી. પોલિશ્ડ લેબ ગ્રોવ્ન ડાયમંડની નિકાસ 2.56 ટકા ઘટીને 82.87 મિલિયન ડોલર થઈ હતી.
ગોલ્ડ જ્વેલરીની નિકાસ ડિસેમ્બરમાં 16.31 ટકા ઘટીને 732.28 મિલિયન ડોલર થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 875 મિલિયન ડોલર હતી. સિલ્વર જ્વેલરીની નિકાસ 248.74 ટકા વધીને 179.46 મિલિયન ડોલર થઈ હતી.
યુએઈમાં નિકાસ 28.08 ટકા વધીને 6.89 બિલિયન ડોલર થઈ હતી. હોંગકોંગ ખાતે નિકાસ 28.19 ટકા વધીને 4.25 બિલિયન ડોલર થઈ હતી. ઓસ્ટ્રેલિયા ખાતે નિકાસ 39.83 ટકા વધીને 277.76 મિલિયન ડોલર થઈ હતી.

LEAVE A REPLY