USA

યુવા અભિનેતા મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ ‘વંદે ભારત વાયા USA’ તાજેતરમાં રિલીઝ થઇ હતી. અમેરિકા પહોંચ્યા પછી લોકોને કેટલો સંઘર્ષ કરવો પડે છે તેની કહાની આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ભારતીયો અને વિદેશમાં વસતા ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

ફિલ્મનો મુખ્ય હીરો મલ્હાર ઠાકર પોતાના સપનાના દેશ અમેરિકામાં આવી તો જાય છે, પરંતુ જીવન નિર્વાહ ચલાવવા માટે તેણે વેઇટરથી લઈ સ્વીપર સુધીના કામો કરવા પડે છે, તેને વોશરૂમની પણ સફાઇ કરવી પડે છે. ગ્રીન કાર્ડનું સપનું પૂરું કરવા કેવા કેવા સંઘર્ષો કરવા પડે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ વિદેશમાં વસતા ગુજરાતીઓના સપના, જીવન, અને તેમને થયેલા યાદગાર ‘દેશી’ અનુભવોની રમૂજી અને લાગણીસભર સફર છે. ફિલ્મની વાર્તા લાગણી, હાસ્ય, સંસ્મરણો અને જુદી જુદી ક્ષણથી ભરપૂર છે, જેને દરેક NRI અને વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિ તરત જ પોતાના જીવન સાથે જોડી શકશે. વધુ સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.

આ ફિલ્મમાં મલ્હારની સાથે પૂજા ઝવેરી પણ છે અને દિગ્દર્શન જૈમિન પટેલે કર્યું છે. આ ફિલ્મ નિર્માતાઓએ એવી આશા વ્યક્ત કરી છે કે, આ ફિલ્મ વિદેશમાં વસતા ભારતીયોના જીવનની વાસ્તવિકતા અને તેમની સાથે જોડાયેલા સંઘર્ષો અને ખુશીની સફરને દર્શાવીને દર્શકોમાં આકર્ષણ ઊભું કરશે.

LEAVE A REPLY