અમેરિકામાં શનિવારથી ચાલુ થયેલા બરફના ભયાનક તુફાનથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે બરફવર્ષાને પગલે 13,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને 12થી વધુ રાજ્યોમાં ફેડરલ ઇમર્જન્સી જાહેર કરાઈને લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ હતી. શનિવારે રાત્રે ૧૬૦,૦૦૦થી વધુ ગ્રાહકો વીજળી વગર રહ્યાં હતા. મોટાભાગે લ્યુઇસિયાના અને ટેક્સાસમાં વીજળી સપ્લાય ખોરવાયો હતો. શનિવારે 4,000થી વધુ ફ્લાઇટ અને રવિવારે 9,400થી વધુ ફ્લાઇટ રદ કરાઈ હતી.
શિયાળુ વાવાઝોડાને “ઐતિહાસિક” ગણાવતાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દક્ષિણ કેરોલિના, વર્જિનિયા, ટેનેસી, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, મેરીલેન્ડ, અરકાનસાસ, કેન્ટુકી, લુઇસિયાના, મિસિસિપી, ઇન્ડિયાના અને પશ્ચિમ વર્જિનિયામાં ફેડરલ ઇમર્જન્સી ડિઝાસ્ટરની જાહેરાતોને મંજૂરી આપી હતી.
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જણાવ્યું હતું કે સત્તર રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાએ હવામાન કટોકટી જાહેર કરી હતી.
સોમવાર સુધીમાં ન્યૂ મેક્સિકોથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધી આશરે 14 કરોડ લોકો ખતરનાક તોફાની ચપેટમાં આવવાની જોખમ ઊભું થયું હતું. ફેડરલ સરકારે આશરે 30 સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો તૈનાત કરી હતી. પ્રેસિડન્ટ ટ્રમ્પે સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરવાની જાહેરાત કરી હતી. ઘણી સ્કૂલો અને યુનિવર્સિટીઓએ સોમવારે પણ રજાની જાહેરાત કરી હતી.
નેશનલ વેધર સર્વિસે પૂર્વ ટેક્સાસથી ઉત્તર કેરોલિના સુધી વ્યાપક ભારે બરફવર્ષા થવાની અને રસ્તા પર જોખમી બરફના સ્તર જામવાની ચેતવણી આપી હતી. ખાસ કરીને બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં કોઇ મોટા વાવાઝોડા જેટલું ભારે નુકસાન થવાની પણ આગાહી કરાઈ હતી.
પોર્ટવર્થની નેશનલ વેધર સર્સિવે જણાવ્યું હતું કે ઉત્તર ટેક્સાસમાં શુક્રવારની રાત્રે પડેલો ભારે બરફવર્ષા અને કરા પડ્યા હતાં. આ તોફાન હવે શનિવારે રાજ્યના મધ્ય વિસ્તારોમાં આગળ વધવાની ધારણા છે. સમગ્ર વિસ્તાર ખતરનાક ઠંડુ હવામાન અને બર્ફિલી ઠંડીની ચપેટમાં આવી રહ્યો છે અને સોમવાર સુધી આવી સ્થિતિ રહેશે. આગામી કેટલાંક દિવસોમાં રાત્રિનું તાપમાન એક અંકમાં રહેશે અને માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ સુધીના બર્ફિલા પવન ફુંકાઈ શકે છે.
દક્ષિણમાંથી પસાર થયા પછી વિન્ટર સ્ટોર્મ ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની આગાહી કરાઈ હતી. તેનાથી વોશિંગ્ટનથી ન્યૂયોર્ક અને બોસ્ટન સુધી લગભગ એક ફૂટ અથવા 30 સેન્ટિમીટર બરફવર્ષાની આગાહી કરાઈ હતી. ગ્રામીણ લુઇસ કાઉન્ટી અને ન્યૂયોર્કના અન્ય ગ્રામીણ વિસ્તારોમાં ભારે બરફવર્ષા પછી તાપમાન માઇનસ 34 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.
એક ડઝનથી વધુ રાજ્યોના ગવર્નરોએ આગામી તોફાની હવામાનની ચેતવણી આપી હતી અને ઇમર્જન્સી જાહેર કરી હતી. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન વિભાગ રસ્તાઓ અગાઉથી તૈયાર કરી રહ્યો છે અને લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવું જોઇએ.
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર શનિવાર અને રવિવાર માટેની આશરે 13,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.
વિન્ટર સ્ટોર્મ પસાર થયા પછી વીજળીની લાઇનો લાંબા સમય સુધી બરફથી ઢંકાઈ રહેવાની ધારણા છે, તેથી વીજળી કંપનીઓ પણ વીજળી ખોરવાઈ જવાની સ્થિતિ માટે તૈયાર બની હતી. અમેરિકાના હાર્ટલેન્ડ ગણાતા મધ્યપશ્ચિમના રાજ્યોમાં માઇનસ 40 ડિગ્રી જેટલા બર્ફિલા પવનો ફુંકાયા હતાં. આનો અર્થ એવો થાય છે કે માત્ર 10 મિનિટમાં શરીરના અવયવ થીજી (ફ્રોસ્ટબાઇટ)નું જોખમ ઊભું થાય છે. નોર્થ ડાકોટાના બિસ્માર્ક માઇનસ 41 ડિગ્રી બર્ફિલા પવન ફુંકાયા હતાં.
ફેડરલ સરકારે આશરે 30 સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો તૈનાત કરી હતી. ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ 7 લાખ ફૂડ પેકેજ, 6 લાખ ધાબળા અને 300 જનરેટર સાથેની રાહત સામગ્રીની વ્યવસ્થા કરી હતી. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે તેમનું વહીવટ રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે અને ફેડરેલ ઇમર્જન્સી મેનેજમેન્ટ સર્વિસ (FEMA) ખડેપગે છે.
ચર્ચોએ રવિવારની પ્રાર્થના ઓનલાઇન કરાઈ હતી. લ્યુઇસિયાનામાં કાર્નિવલ પરેડ સહિતના કાર્યક્રમો રદ કરાયા હતાં. ફિલાડેલ્ફિયાએ સોમવારે શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. ચેપલ હિલ ખાતે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના અને ઓક્સફર્ડમાં યુનિવર્સિટી ઓફ મિસિસિપીના મુખ્ય કેમ્પસ ઘણી ઘણી યુનિવર્સિટીઓએ સોમવારે રજાની જાહેરાત કરી હતી.













